આજે વિશ્વ કઠોળ દિવસઃ ગુજરાતમાં 5 વર્ષમાં કઠોળનું ઉત્પાદન બમણું, પ્રોટીનનો અદ્ભૂત સ્ત્રોત કઠોળ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

World Pulses Day: આજે (10મી ફેબ્રુઆરી) 'સામાન્યથી સર્વોત્તમ આહાર'ના મધ્યવર્તી વિચાર સાથે વિશ્વ કઠોળ દિવસ ઉજવાશે. ગુજરાતીઓ સહિત દેશભરના રૂટીન ખોરાકમાં ચોખા-ઘંઉ વધારે ખવાતા રહ્યા છે. ત્યારે કઠોળમાં ચોખા કરતા ત્રણ ગણુ અને ઘંઉથી બમણું પ્રોટીન હોય છે. ગુજરાતમાં પાંચ વર્ષમાં તુવેર, મગ, મઠ અને ખાસ કરીને ચણા સહિત કઠોળનું ઉત્પાદન આશરે બમણું થઈ ગયું છે.
પ્રોટીનનો અદ્ભૂત સ્ત્રોત કઠોળ, સામાન્યથી સર્વોત્તમ આહાર
શરીર માટે અત્યંત જરૂરી પ્રોટીનનો મહત્ત્વનો સ્ત્રોત એવા કઠોળનું ઉત્પાદન ગુજરાતમાં પાંચ વર્ષ પહેલા 10.58 લાખ ટન, વર્ષ 2023-24માં 14.25 લાખ ટન થયું હતું. જ્યારે વર્ષ 2024-25માં આશરે 35 ટકાના વધારા સાથે 21.52 લાખ ટને અને આ સાથે સમગ્ર દેશનું કઠોળ ઉત્પાદન પણ 252 લાખ ટને પહોંચ્યું છે. ભારત ચીન, અમેરિકા, યુ.એ.ઈ., યુ.એસ.એ., શ્રીલંકા, બાંગ્લાદેશ સહિત દેશોમાં કઠોળની નિકાસ કરે છે અને વિદેશોમાં દેશના કઠોળની પહેલેથી માંગ રહી છે.
ગુજરાતમાં તુવેર અને અડદનું વાવેતર ચોમાસામાં, મગ અને મઠનું વાવેતર ચોમાસા અને શિયાળા (ખરીફ અને રવી) બંને ઋતુમાં જ્યારે કઠોળમાં મુખ્ય પાક ગણાતા ચણાનું વાવેતર શિયાળામાં કરાય છે. ચણાને બાદ કરતા ચાલુ વર્ષ 2025-26માં તુવેર, અડદ, મગ, મઠ સહિતના કઠોળનું 4.85 લાખ ટન ઉત્પાદનનો અંદાજ છે. જ્યારે ચાલુ વર્ષે ચણાનું વાવેતર પણ વધ્યું હોય તેનો પણ મબલખ પાક થશે.
આ પણ વાંચો: સેવાના નામે જલસા: લક્ઝુરિયસ ફ્લેટ બાદ હવે ગુજરાતનાં ધારાસભ્યોના ભથ્થાં વધશે
‘યુનો' મુજબ કઠોળના ૯ મહત્વના આરોગ્ય લાભ
વર્ષ 2016ને આંતરરાષ્ટ્રીય કઠોળ દિવસ તરીકે ઉજવવામાં આવ્યું હતું, જે અન્વયે યુનાઈટેડ નેશન્સ (યુનો)ના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન દ્વારા જારી કઠોળના પોષણ મૂલ્ય અંગેના રિપોર્ટ મૂજબ બાળકોમાં કુપોષણને કરવા પોષણથી ભરપૂર કઠોળ ખૂબ ઉપયોગી છે. ખાસ કરીને કઠોળને વિટામીન સીથી ભરપૂર ખોરાકસાથે લેવામાં આવે ત્યારે તે એનેમિયાની ઉણપને દૂર કરે છે, જે કારણે ખાસ કરીને સગર્ભા મહિલા માટે તે ખૂબ ઉપયોગી રહે છે.
•નીચો ક્લાઈસેમીક ઈન્ડેક્ષ, ફેટ ઓછી અને વધુ ફાઈબરને કારણે ડાયાબિટીસ દર્દી માટે અનુકૂળ. બ્લડ સુગર નિયંત્રીત કરે.
•કોરોનરી હાર્ટ ડીસીઝના ખેતરો ઘટાડે છે. એલડીએલ કોલેસ્ટોરલ ઓછુ કરે.
•ફોલેટ જેવા વિટામીનનો મહત્ત્વનો સ્ત્રોત.
•આજે કોમન છે તે આયર્ન ડેફિસિયેન્સી દૂર કરે. વિટામીન સી સાથે લેવાથી.
•અનાજ સાથે કઠોળ લેવાથી પ્રોટી મળે જે જે શરીરના વિકાસ માટે જરૂરી.
•ઘંઉમાં ગ્લુટેન છે પણ કઠોળ ગ્લુટેન ફ્રી છે.
•કઠોળમાં એન્ટી ઓક્સિડન્ટ્સ અને ફાયટોકેમીકલ્સ હોવાથી એન્ટી કેન્સર.
•હાડકાંના આરોગ્ય માટે કઠોળ ઉપયોગી.
•ફાઈટોએસ્ટ્રોજન્સથી મેનોપોઝના લક્ષણો ઘટાડે.









