Gujarat

વિશ્વ શાંતિ, સ્ટોપ ધ વોર, ગીતાના સંદેશ અને જળસંચયના ફ્લોટે આકર્ષણ જમાવ્યું

By GS TEAM
28 Jun 20252 mins read
વિશ્વ શાંતિ, સ્ટોપ ધ વોર, ગીતાના સંદેશ અને જળસંચયના ફ્લોટે આકર્ષણ જમાવ્યું

- રથયાત્રામાં અખાડાના ગજબ કરતબથી લોકો મંત્રમુગ્ધ બન્યા

- વેશભૂષામાં અયોધ્યાના ભગવાન રામ, ભોળાનાથ, રામદેવપીરના આબેહુબ પાત્ર દર્શનીય રહ્યા

ભાવનગર : ભાવનગરની જગન્નાથ રથયાત્રામાં દર વર્ષે વિવિધ કલાત્મક ફલોટ જોડાતા હોય છે અને નિશ્ચિત કમિટી દ્વારા ક્રમાંક નક્કી કરાતા હોય છે. જેમાં ફલોટમાં વિશ્વશાંતી, સ્ટોપ ધ વોર, વેશભુષામાં અયોધ્યાના રામનું પાત્ર અને અખાડામાં નિર્મોહી અખાડાને પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

ભારતનના ત્રીજા નંબરની અને ગુજરાતની બીજા નંબરની જગન્નાથજીની ૪૦મી રથયાત્રા આજે ભાવનગરના રાજમાર્ગો પરતી પસાર થઈ હતી. જેમાં વિવિધ અખાડાઓ, ભજનમંડળી, વિવિધ ફલોટ સાથે હાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી ના નારા સાથે હજારોની જનમેદનીની વચ્ચે પસાર થઈ હતી. સવારે ૮ કલાકે સુભાષનગર ખાતેના ભગવાનેશ્વર મહાદેવથી આ રથયાત્રાનો પ્રારંભ થયો હતો. આ રથયાત્રાના વિવિધ ફલોટ, વેશભૂષા અને અખાડા માટે રથયાત્રા સમિતિ દ્વારા એક નિર્ણાયક કમિટી બનાવી હતી. જેના દ્વારા તૈયાર કરેલ રથયાત્રા સમિતિના અધ્યક્ષનું ચિત્ર અર્પણ કરાયુ ંહતું. રથયાત્રામાં જોડાયેલ વિવિધ ફલોટસ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સમિતિ દ્વારા ફલોટમાં ટ્રક નં. ૬૯ આઝાદ મિત્ર મંડળનો વિશ્વ શાંતિ, સ્ટોપ ધ વોર તે પ્રથમ ક્રમ, ટ્રક નં. ૭૧ કાછીયાવાડ યુવક મંડળના ગીતા સંદેશને બીજો અને ટ્રક નં. ૩૦ રાજહંસ નેચર કલબના જળસંચયને ત્રીજો ક્રમાંક અપાયો હતો. સાથે શહિદ વિરાંજલી, આધુનિક ભારત નિર્માણ અને સુરક્ષિત ભારતના પલોટ પણ પસંદગી પામ્યા હતા. તો વેશભુષામાં ગજાનન ગૃપના પ્રશાંત વેગડ જે અયોધ્યાના રામને પ્રથમ, રોનિત વેગડ મહાદેવના પાત્રને દ્વિતિય, અજયભાઈ રામદેવપીરના પાત્રને તૃતિય, ડાભી પ્રવિણને શ્રવણના પાત્ર બદલ પ્રોત્સાહક ઈનામો જાહેર કરાયા હતા. આ સાથે અખાડામાં પણ નિર્મોહિ અખાડાનો પ્રથમ, દુર્ગાવાહીની દ્વિતિય, લાયન સ્કેટીંગ કલબ તૃતિય અને ગણેશ ક્રિડામંડળનો બોડી બિલ્ડીંગને પ્રોત્સાહક ક્રમાંક આપવામાં આવ્યો હતો.