10 એપ્રિલ વિશ્વ હોમિયોપેથી દિવસ : છેલ્લા પાંચ વર્ષમાં હોમિયોપેથી સારવારમાં 60 થી 65 ટકાનો વધારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

World Homeopathy Day : છેલ્લા પાંચથી છ વર્ષમાં હોમિયોપેથી સારવારમાં 60થી 65 ટકાનો વધારો થયો છે. લોકો હવે એલોપેથી સારવારથી હોમિયોપેથી તરફ વળી રહ્યા છે. હોમિયોપેથીએ જર્મન ચિકિત્સક ડૉ.સેમ્યુઅલ હૅનેમેન દ્વારા 18મી સદીમાં વિકસાવવામાં આવેલી એક પ્રાકૃતિક અને સર્વગ્રાહી ચિકિત્સા પદ્ધતિ છે. તે "સમઃ સમમ્ શમયતિ" (Similia Similibus Curentur) એટલે કે "જેનાથી રોગ થાય, તેનાથી જ તે મટે" (like cures like) ના સિદ્ધાંત પર આધારિત છે, જે દર્દીના શારીરિક, માનસિક અને ભાવનાત્મક લક્ષણોને આધારે વ્યક્તિગત સારવાર પૂરી પાડે છે. આ અંગે હોમિયોપેથી કોલેજના એમડી ચિંતનભાઈ પચ્ચીગરએ કહ્યું કે હોમિયોપેથી સારવાર એ રોગને જડમૂળથી મટાડે છે. કોરોનામાં દસ લાખથી વધુની હોમિયોપેથી દવાઓ અમે સમગ્ર શહેરમાં વહેંચી હતી અને તેની અસર પણ લોકોમાં જોવા મળી હતી. કોરોના બાદ હોમિયોપેથી કોલેજની સીટોમાં 50% નો વધારો થયો છે તો બીજી તરફ સારવાર લેતા દર્દીઓમાં પણ 60% જેટલો વધારો થયો છે. લોકોમાં પછી અંગે જાગૃતિ આવે તે માટે વિવિધ કેમ્પોનું પણ આયોજન કરવામાં આવે છે અને આ દરેક કેમ્પમાં 50થી વધુ લોકો તેનો લાભ લેતા હોય છે.

હોમિયોપેથી સારવારથી સારી થયેલી બાવીસ વર્ષીય ખુશીએ કહ્યું કે મને એનિમિયા હતો અને એનીમિયાના કારણે મારું લોહી ચાર ટકા થઈ ગયું હતું. ત્યારબાદ એની મેળાના ડોસ આપવામાં આવ્યા હતા પરંતુ જેના કારણે મને પેરાલીસિસ થઈ ગયો અને હું સાતથી આઠ દિવસ કોમાં હતી. મોટાભાગની સુરતની હોસ્પિટલઓએ મારા માતા પિતાને ના પાડી દીધી હતી. ત્યારબાદ મૈત્રી હોસ્પિટલમાં મને દાખલ કરવામાં આવી અને ત્યાં બે મહિના આઈસીયુમાં રહ્યા બાદ હું ઘરે આવી હતી. પરંતુ હજુ સુધી મને સારું થયું ન હોવાથી મેં હોમિયોપેથી દવા શરૂ કરી અને આજે હું તેમાંથી સારી એવી રિકવર થઈ ગઈ છું. હું હોમિયોપેથીની સ્ટુડન્ટ પણ છું તેથી હોમિયોપેથી પર મને ભરોસો હતો.








