Gujarat

દિવાળીના તહેવારમાં વતન જતા શ્રમજીવીનું અકસ્માતમાં મોત

By GS TEAM
19 Oct 20251 min read
દિવાળીના તહેવારમાં વતન જતા શ્રમજીવીનું અકસ્માતમાં મોત

 વડોદરા,દિવાળીના તહેવારમાં વતન જતા શ્રમજીવીની કારને દરજીપુરા બ્રિજ પર ટ્રેલર ચાલકે  ટક્કર મારતા મોત થયું હતું. જ્યારે અન્ય બાઇક સવારને ઇજા પહોંચી હતી.

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પાદેડી ગામે રહેતો પંકજ છત્રસિંહ બારિયા ( ઉં.વ.૧૯)  તેના  ગામના અન્ય લોકો સાથે સુરત ખાતે સેન્ટિંગનું કામ કરતો હતો. દિવાળીનો  તહેવાર હોઇ પંકજ  તથા તેના ગામના અન્ય લોકો વતન જવા નીકળ્યા હતા. અન્ય સંબંધીઓ કારમાં જતા હતા. જ્યારે પંકજ અને અશ્વિન રમેશભાઇ બારિયા બાઇક લઇને વતન જવા નીકળ્યા હતા. અન્ય સંબંધીઓની કાર  ટ્રાફિકમાં ફસાઇ ગઇ હતી. જ્યારે પંકજ અને અશ્વિન આગળ નીકળી ગયા હતા. સાંજ ેસાત વાગ્યે તેઓ બાઇક લઇને દરજીપુરા બ્રિજ પરથી જતા હતા. તે દરમિયાન પાછળથી આવતા એક ટ્રેલરે તેઓની બાઇકને પાછળથી ટક્કર મારતા પંકજ અને અશ્વિન રોડ પર ફંગોળાઇને પટકાયા હતા. અકસ્માત કરનાર ટ્રેલરનો ડ્રાઇવર સ્થળ પર ટ્રેલર મૂકીને ભાગી ગયો હતો. પંકજને માથામાં ગંભીર ઇજા થતા તેનું મોત  થયું હતું.  હરણી પોલીસે આ અંગે  ગુનો દાખલ કરી ટ્રેલર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

ોે