- ટ્રેક્ટર ચાલક વિરૂધ્ધ બોટાદ પોલીસમાં ફરિયાદ
- શ્રમિકો ટ્રેકટરમાં જીઈબીના થાંભલા ભરીને જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો
મૂળ પાંચમહલના વતની અને હાલ બોટાદના લાઠીદડ ગામે રહેતા ગિરીશભાઈ ઉદયભાઈ નાયક અને સુરેશભાઈ નરસીહભાઈ નાયક તથા મુકેશભાઈ સોમાભાઈ નાયક તથા વિજયભાઈ નાયક બોટાદ રૂરલ જીઈબીમાં મજૂરી તરીકે કામ કરે છે. અને રોહીશાળા ગામમાં ખાતે નવો પેટ્રોલ પંપ બનતો હોય અને તેનું વીજ કનેક્શન શરૂ કરવાનું હોય અને થાંભલા નાખવાના હોય જેથી ટ્રેક્ટર ડ્રાઈવર ડ્રાઈવર શૈલેષભાઈ ઉર્ફે લાલભાઈ જીતેન્દ્રભાઈ સાથે ટ્રેક્ટર નંબર જીજે-૩૩-બી-૮૫૫૪ તેમજ ટ્રોલી નંબર જીજે-૩૩-ટી-૨૮૧૮ માં જીઈબીના આઠ થાંભલાઓ ભરી રોહીશાળા ગામ જવા માટે નિકળ્યા હતા.દરમિયાનમાં લાખેણી ગામથી રોહીશાળા ગામ જવાના રસ્તા ઉપર દરગાહ પાસે પહોંચતા અચાનક રોજડા આવી જતા અચાનક ટ્રેકટરના ચાલકે પોતાનું વાહન પર કાબુ ગુમાવી દેતા ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું.અને સુરેશભાઈ નરસીહભાઈ નાયક થાંભલા તળે દબાઈ જતા ગંભીર ઇજા થઈ હતી.સુરેશભાઈને ઇજાગ્રસ્ત હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે ગિરીશભાઈ ટ્રેક્ટર ચાલક વિરૂધ્ધ બોટાદ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


