Gujarat

કન્સટ્રક્શન સાઇટ પરથી નીચે પટકાયેલા શ્રમજીવીનું મોત

By GS TEAM
5 Dec 20251 min read
કન્સટ્રક્શન સાઇટ પરથી નીચે પટકાયેલા શ્રમજીવીનું મોત

 વડોદરા,જાંબુવા ગામ પાસેની કન્સ્ટ્રક્શન સાઇટના પહેલા માળેથી નીચે  પટકાયેલા શ્રમજીવીનું મોત થયું છે. બનાવ અંગે મકરપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ગમાની ગામે પટેલ ફળિયામાં રહેતા નિલેશભાઇ બડુભાઇ રાઠવા (ઉં.વ.૪૦) જાંબુવા ખાતે  સહજ નામની સાઇટ પર કામ કરતો હતો. આજે સવારે અગિયાર વાગ્યે તે પહેલા માળે પાણી છાંટતો હતો. તે દરમિયાન ઉપરથી નીચે પટકાતા  ગંભીર ઇજા થઇ હતી. તેને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેનું મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે, શહેરમાં નવી બંધાતી ઘણી સાઇટ પર સલામતીની પૂરતી વ્યવસ્થા નહીં હોવાના કારણે અવારનવાર ગરીબ શ્રમજીવીઓના મોત થતા હોય  છે. પરંતુ, સાઇટ પર શ્રમજીવીઓની સલામતી અંગે કોઇ ચેકિંગ કરાતું નથી.



પ્લમ્બિંગનું કામ કરતા યુવકને કરંટ લાગતા મોત 

વડોદરા,

તરસાલી બાયપાસ  પાસે કાન્હા નિર્મલ સાઇટના બીજા માળે  પ્લમ્બિંગનું કામ કરતો રાજુરામ કાંતિલાલ પ્રજાપતિ (ઉં.વ.૨૪) ગઇકાલે  પ્લમ્બિંગનું કામ કરતો હતો. તે દરમિયાન અચાનક કરંટ લાગતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેનું મોત થયું હતું.