ચંડીસર ગામમાં ઇંટ ભઠ્ઠાની ચીમની તૂટી પડતાં શ્રમિકનું મોત
ધોળકા
રૃરલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
ધોળકા -
ધોળકા તાલુકાના ચંડીસર ગામની સીમમાં ઇંટ ભઠ્ઠાની ચીમની તૂટી
પડતાં ઉત્તર પ્રદેશના શ્રમિકનું મોત નીપજ્યું છે. બનાવ મામલે ધોળકા રૃરલ પોલીસે
અકસ્માતે મોત સ્ટેશનમાં ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
ચંડીસર
ગામની સીમમાં આવેલી સિદ્ધિવિનાયક બ્રિક્સ નામની ઈંટના ભઠ્ઠા પર દુર્ઘટના બની છે.
ચીમનીના સમારકામ દરમિયાન અચાનક ચીમની ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં ઉત્તર
પ્રદેશના સંભલ જિલ્લાના લખોરી જલાલપુર ગામનો મૂળ રહેવાસી અને હાલ ચંડીસર ખાતે
રહેતો ૧૮ વર્ષીય છોટુ જમીલઅહમદ તૈલી નામનો શ્રમિક કાટમાળ નીચે દબાઈ ગયો હતો. તેને
ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
આ
બનાવ અંગેની જાણ સિદ્ધિવિનાયક બ્રિક્સના વેપારી સહદેવસિંહ કનકસિંહ સિસોદીયાએ
પોલીસને કરી હતી. આ ઘટનાને પગલે ધોળકા રૃરલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ
તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ ધોળકા રૃરલ પોલીસ કરી રહી છે.