કંપનીની બસમાંથી ઉતરી ઘરે જતાં શ્રમિકનું અજાણ્યા વાહન અડફેટે મોત

- કાલોલના બોરુ રોડ પર રાત્રે નોકરી પરથી
- અક્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર થતાં પોલીસ મથકે ગુનો દાખલ કરાયો
કાલોલ બોરુ રોડ સ્થિત શિવશક્તિ સોસાયટીના ભાડાના મકાનમાં રહેતા જગદીશ રતનાભાઈ જેઓ એલએમ પાવર કંપની (હાલોલ જીઆઇડીસી)માં સિક્યુરીટી તરીકે નોકરી કરતા હોય શનિવારે કંપનીની સેકન્ડ શીપમાં નોકરી કરી રાત્રે ૧૦ઃ૩૦ વાગ્યે છુટી કંપનીની બસમાં બેસી રાત્રે ૧૧ વાગ્યે બોરૂ ટર્નીંગ પાસેના સ્ટોપેજ પર ઉતરીને એ સમયે પોતાની સોસાયટી તરફ ચાલતા જતા હતા.તે સમયે અજાણ્યા વાહન ચાલકે પુરઝડપે હંકારી જગદીશ ભાઇને અડફેટે લેતાં ગંભીર ઇજા પહોંચાડી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો.
તે અકસ્માત ઘટના અંગે આસપાસના રહીશો અને રાહદારીઓ મારફતે પરિવારજનોને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી જોતાં જગદીશભાઈનું મોત નિપજ્યું હતું. પોતાની પત્ની સાથે ભાડાના મકાનમાં ૩ વર્ષનો પુત્ર અને ૪ માસની પુત્રીના માથા પરથી પિતાની છત્રછાયા છીનવાઈ ગઇ છે.સમગ્ર અકસ્માત ઘટના અંગે પરિવારજનોએ કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલમાં મોકલી આપી અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.









