Gujarat

રેલવે સ્ટેશન રોડ પર ટેન્કર અડફેટે આવી જતા શ્રમિકનું મોત

By GS TEAM
7 Jan 20261 min read
રેલવે સ્ટેશન રોડ પર ટેન્કર અડફેટે આવી જતા શ્રમિકનું મોત

- પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો

- શ્રમિક પોતાની લારી લઈને સ્ટેશન પર જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો

ભાવનગર : ભાવનગર શહેરના રેલવે સ્ટેશન રોડ પર ટેન્કરે શ્રમિકને અડફેટે લેતા શ્રમિકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના વાલ્કેટગેટ ઠાકર દ્વારા પાસે રહેતા અને લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા નરેશભાઈ મકવાણા (ઉ.વ.૪૦) પોલીસની લારી લઈને સ્ટેશન રોડ પર પસાર થઈ રહ્યા હતા ત્યારે ટેન્કર નંબર જીજે-૦૪-એક્સ-૭૭૨૨ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી શ્રમિક સાથે અથડાવી દેતા નરેશભાઈને ગંભીર ઇજા થતા તેમનું સ્થળ પરજ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જાતા લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા. દરમિયાનમાં ગંગાજળિયા પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતકને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.