Gujarat

ખેતર નજીક વીજ કરંટ લાગતા શ્રમજીવીનું મોત

By GS TEAM
4 Jun 20261 min read
ખેતર નજીક વીજ કરંટ લાગતા  શ્રમજીવીનું મોત

 વડોદરા,શહેર નજીકના અલ્હાદપુરા ગામની સીમમાં શ્રમજીવી યુવકને કરંટ લાગતા મોત થયું છે. જે અંગે વરણામા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, શહેર નજીકના અલ્હાદપુરા ગામે રહેતો રાજેન્દ્રસિંહ છત્રસિંહ સોલંકી ( ઉં.વ.૩૪) છૂટક કામ કરે છે. ગામની સીમમાં આવેલા એક  આંબાવાડીમાં પાકને   પશુઓથી થતું નુકસાન અટકાવવા માટે ઝાટકા મશીન લગાવેલું  હતું. તેને હાથ અડી જતા કરંટ લાગ્યો હતો. તેના કારણે  તેનું મોત થયું હતું. પોલીસનું કહેવું છે કે, ઝાટકા મશીનથી માત્ર ઝાટકો વાગે છે. કરંટ લાગતો નથી. તેવા સંજોગોમાં યુવકને કઇ રીતે કરંટ લાગ્યો તે  અંગે તપાસ ચાલી રહી છે. આ અંગે પોલીસ દ્વારા ખેતર માલિકની  પૂછપરછ કરવામાં આવશે.