મંજુસર જી.આઇ.ડી.સી.ની કંપનીમાં શ્રમજીવીનું મોત
ગણેશજીની મૂર્તિ બનાવતી વેળા પાલખ પરથી પડતા બે ને ઇજા
વડોદરા,મંજુસર જી.આઇ.ડી.સી.ની કંપનીમાં વેન્ટિલેટરનું કામ કરતા સમયે શેડ પરથી નીચે પટકાયેલા શ્રમજીવીનું મોત થયું હતું.
મંજુસર જી.આઇ.ડી.સી.માં આવેલી બાલમેર બોરીસ કંપનીમાં પતરાના શેડ પર વેન્ટિલેટર બદલવાનું કામ કરતા સમયે વિનોદકુમાર બાબુલાલ બિન્દ, ઉં.વ.૫૫ (રહે. ધરમદાસપુર,તા.બદલાપુર, જિ.જોનપુર, યુ.પી.) નીચે પટકાતા ગંભીર ઇજા થઇ હતી. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, તેઓનો જીવ બચી શક્યો નહતો.
જ્યારે અન્ય એક બનાવમાં નવલખી કંપાઉન્ડમાં ગણેશજીની મૂર્તિ બનાવતા સમયે ગણેશ કનૈયાભાઇ બારોટ, ઉં.વ.૨૯ તથા સંદિપ કનૈયાભાઇ બારોટ, ઉં.વ.૨૭ ( બંને રહે. બારોટ મહોલ્લો, સલાટવાડા) પાલખ પરથી નીચે પડતા માથામાં ઇજા પહોંચી હતી. બંનેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બંનેની હાલત સુધારા પર છે.