Gujarat

ઝંડા ગામની શાળાના કમ્પાઉન્ડ વોલ તોડી બાંધકામ કરાયું

By GS TEAM
22 Jun 20251 min read
ઝંડા ગામની શાળાના કમ્પાઉન્ડ વોલ તોડી બાંધકામ કરાયું

- બાંધકામ કરનારને નોટિસ આપીને પુરાવા મંગાવ્યા

- સરકારી મિલકત પચાવવાનો પ્રયાસ કરતા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઇ 

કપડવંજ : કપડવંજના ઝંડા ગામની પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડ વોલની દીવાલ તોડી માથાભારે શખ્સે બે ઓરડી બનાવી દેવામાં આવી હતી. આ સરકારી મિલકત પચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ મામલે રજૂઆત બાદ ટીડીઓ દ્વારા તપાસ અને આદેશ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

તાલુકાના ઝંડા ગામમાં વેકેશન દરમિયાન કોઇ અજાણ્યા શખ્સે ગેરકાયદે પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલ દિવાલ તોડીને બાંધકામ કરી નાખ્યું હતું. સરકારી મિલકતને નુકસાન કરવાનો પ્રયાસ કરાયો હતો. આ મામલે તપાસ કરવાને કાર્યવાહી કરવા ભૂપેન્દ્રભાઇ કે. પટેલ દ્વારા રજૂઆત કરાઇ છે. 

શાળાના આચાર્ય માદગીના કારણે લાંબી રજા પર છે. શાળા સંચાલકે જણાવ્યુ કે, શાળાના કમ્પાઉન્ડમાં બે ઓરડીના બાંધકામ બાબતે શાળા તરફથી સંમતિ લેવામાં કે આપવામાં આવી નથી. પરંતુ બાંધકામ વેકેશન દરમિયાન થયું હોય  તેની જાણકારી નથી. તાલુકા વિકાસ અધિકારીના આદેશ અનુસાર તલાટીને આ બાબતનો જવાબ દર્શાવ્યો હતો. 

આ બાબતે તલાટીએ જણાવ્યુ કે, કોઇ શખ્સ દ્વારા બાંધકામ શાળાની સંપતીમાં ગેરકાયદે કરતા યોગ તપાસ કરીને બાંદકામ કરનાર શખ્સને નોટિસ આપી પુરાવા માગવામાં આવ્યા છે. બાંધકામમાં કોઇ માલિકાના પુરાવા નહીં હોય તો ફરિયાદ નોંધાવીને આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી વિગતો પ્રાપ્ત થઇ હતી.