સતત ચોથા દિવસે ખાડીના દબાણ દુર કરવાની કમગીરી યથાવત
Surat: સુરતમાંથી પસાર થતી ખાડીના પાણીને અવરોધતા દબાણ દુર કરવાની કામગીરી સતત ચોથા દિવસે ચાલુ રહી છે. આજે ખાનગી દબાણના બદલે પાણીને અવરોધતા પાલિકાના હાઇડ્રોલિક વિભાગની પાઈપ લાઈન દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત પાલિકાના અન્ય ઝોનમાં ખાડીને વાઈડનીંગ થી માંડીને રી-એલાઈમેન્ટ ની કામગીરી પણ ચાલુ જ રહી છે.
સુરતીઓ માટે આફત બની જતા ખાડી પુર ને નાથવા માટે પાલિકા તત્રએ સતત ચોથા દિવસે ખાડીના પાણીને અવરોધતા દબાણ દુર કરવાની કામગીરી જારી રાખી હતી. પાલિકાન સર્વે દરમિયાન બહાર આવ્યું હતું કે, ભેદવાડ ખાડી પાસે પાઈપ કલવર્ટ પર મહાનગર પાલિકાના જ હાઇડ્રોલિક વિભાગ દ્વારા પાઇપ લાઈન નાખી દેવામાં આવી હતી તે લાઈન પાણી ને અવરોધતા હોવાથી તેને દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.