Gujarat

વાડજ જંકશન ઉપર ફોરલેન બ્રિજની કામગીરી, વાડજ જંકશનથી રાણીપ જવાનો રસ્તો બે મહીના બંધ

By GS TEAM
30 Sep 20251 min read
વાડજ જંકશન ઉપર ફોરલેન બ્રિજની કામગીરી, વાડજ જંકશનથી રાણીપ જવાનો રસ્તો બે મહીના બંધ

 અમદાવાદ,મંગળવાર,30 સપ્ટેમ્બર,2025

અમદાવાદના વાડજ જંકશન ઉપર ફોરલેન ફલાયઓવરબ્રિજ તથા ટુલેન અંડરપાસ બનાવવાની કામગીરી ચાલી રહી છે.વાડજ જંકશન ઉપર પાઈલકેપ, પીયર તથા પીયરકેપની કામગીરી કરવાની હોવાથી ત્રણ ઓકટોબરથી બે મહીના અથવા વાડજ જંકશન ઉપર કામગીરી પુરી થાય ત્યાં સુધી વાડજ જંકશનથી રાણીપ જવાનો રસ્તો બંધ રહેશે.ટ્રાફિકને વાડજ જંકશનથી ભીમજીપુરા ચાર રસ્તા થઈને ડાઈવર્ટ કરાશે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેકટ વિભાગ તરફથી વાડજ જંકશન ઉપર ફોરલેન ફલાયઓવરબ્રિજ બનાવવા અપાયેલી કામગીરી હમણા સુધી મંથરગતિથી ચાલી રહી હતી. આગામી ફેબુ્આરી માસમાં કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી આવતી હોવાથી આ ફલાયઓવરબ્રિજની કામગીરી ઝડપથી પુરી કરાવવાની દિશામાં આદેશ થતા વાડજ જંકશન ઉપરથી રાણીપ તરફ જતો રસ્તો ટ્રાફિક માટે બંધ કરી ટ્રાફિકને વાડજ જંકશનથી ભીમજીપુરા ચાર રસ્તા થઈ રામાપીરના ટેકરા તરફથી રાણીપ તરફ જવાના રસ્તે તેમજ વાડજ જંકશનથી ભીમજીપુરા ચાર રસ્તા થઈ અખબારનગર સર્કલથી નેશનલ હેન્ડલુમ જંકશન તરફ જતા રોડ ઉપર ડાઈવર્ટ કરવામા આવશે.