Get The App

100 જેટલી સ્કૂલોમાં બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની કામગીરી પ્રભાવિત

Updated: Nov 11th, 2025

GS TEAM

Google News
Google News
100 જેટલી સ્કૂલોમાં  બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની કામગીરી પ્રભાવિત 1 - image

વડોદરાઃ શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોની સાથે શહેરની ૧૦૦ જેટલી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના ૪૦૦ કરતા વધારે શિક્ષકોને પણ મતદાર યાદી સુધારણા માટે બીએલઓ( બૂથ લેવલ ઓફિસર)ની કામગીરી સોંપવામાં આવી છે.

બીજી તરફ સ્કૂલોમાં ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા માટે વિદ્યાર્થીઓના ઓનલાઈન ફોર્મ પણ ભરવાનું શરુ કરાયું છે.આ કામ પણ શિક્ષકો જ કરતા હોય છે.ઉપરાંત વિદ્યાર્થીઓને ભણાવવાનું તો અલગ.આ સંજોગોમાં અભ્યાસની સાથે સાથે બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની કાર્યવાહી પર પણ અસર પડી રહી છે.

શહેરના માધ્યમિક શિક્ષક સંઘના એક આગેવાને કહ્યું હતું કે, શિક્ષકો બીએલઓની કામગીરી કર્યા બાદ ઘરે બેસીને કે સ્કૂલમાં આવીને વધારાના સમયમાં બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરી રહ્યા છે.ઉપરાંત મતદાર યાદી સુધારણાનું કામ ફેબુ્રઆરી મહિના સુધી ચાલવાનું હોવાથી ગ્રાન્ટેડ સ્કૂલોના વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડશે.તેમાં પણ બોર્ડના વિદ્યાર્થીઓની તો ફેબુ્રઆરી મહિનામાં જ પરીક્ષા શરુ થઈ જશે.એક આચાર્યે કહ્યું હતું કે, ખરેખર તો ચૂંટણી પંચે આ માટે સરકારી કર્મચારીઓની જગ્યાએ અન્ય લોકોની પગાર આપીને નિમણૂક કરવી જોઈએ.જેથી શિક્ષણ પર અસર ના થાય અને લોકોને રોજગારી પણ મળે.