વડોદરામાં આજવા સરોવરથી પંપીંગ કરીને પણ પાણી મેળવી શકાય તે માટેની કામગીરી ચાલુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરામાં શહેરના દક્ષિણ અને પૂર્વ વિભાગને ઐતિહાસિક આજવા સરોવરથી ગ્રેવીટીના ધોરણે પાણી મળી રહ્યું છે. બે વર્ષ પહેલાં ગ્રેવિટીની સાથે સાથે 30 એમએલડી કેપેસિટીના પોનટુન બેસાડી પંપીંગથી વધારાનું પાણી લેવાનું ચાલુ કર્યું હતું. હવે ભવિષ્યમાં પાણીની વધુ જરૂરિયાત ઊભી થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને 150 એમએલડી કેપેસિટીના પોનટુન બેસાડી તેની કામગીરી ચાલુ કરવામાં આવી છે.
આ કામગીરી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જાય તેવી સંભાવના છે. આ કામ પૂરું થયા બાદ આજવાથી ગ્રેવીટીની સાથે સાથે પંપીંગ કરીને પણ 175 એમએલડી પાણી મેળવી શકાશે. એટલું જ નહીં ભૂતકાળમાં આજવા સરોવરમાં પાણીનું લેવલ ઘટતા ગ્રેવિટીના ધોરણે મળતા પાણીના પ્રેશર સંદર્ભે પ્રશ્નો ઉભા થતા હતા, તે સમસ્યાનું પણ નિવારણ આવશે. હાલ આજવા સરોવરનું લેવલ 205.80 ફૂટ છે, એટલે કે હજુ 32 દિવસ ચાલે તેટલું પાણી છે. આજવા સરોવર ખાતે 150 એમએલડી ક્ષમતાનાં પોનટુન બેસાડી કાર્ય૨ત ક૨વા તેની ડિઝાઈન, કન્સ્ટ્રકશન, સપ્લાય, ઇરેકશન, ટેસ્ટીંગ તથા ચાલુ ક૨વા અગાઉ દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. આ કામ માટે આશરે 27 કરોડ ખર્ચ થનાર છે. આ નવિન પોનટુન કાર્યરત થતાં દૈનિક ગણતરી મુજબ એક મહિનામાં આજવા સરોવરનું અંદાજીત મહત્તમ બે ફૂટ જેટલું પાણીનું લેવલ ઘટશે. જેથી નર્મદા કેનાલમાંથી એકસો વીસ ક્યુસેક લો રેટ પ્રમાણેનું પાણી મેળવવું આવશ્યક બનશે.








