Get The App

જામનગર જીલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળથી તળાવ ઊંડા ઉતારી જળ સંચય કરવાના કાર્યના ભાગ રૂપે ઠેબા ગામમાં કામની શરૂઆત કરાઈ

Updated: Mar 31st, 2026

GS TEAM

Google News
Google News
જામનગર જીલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળથી તળાવ ઊંડા ઉતારી જળ સંચય કરવાના કાર્યના ભાગ રૂપે ઠેબા ગામમાં કામની શરૂઆત કરાઈ 1 - image

Jamnagar : જામનગર જીલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળથી તળાવ ઊંડા ઉતારી જળ સંચય કરવાના કાર્યના ભાગરૂપે ઠેબા ગામમાં કામ શરૂ કરવામાં આવ્યું છે.

જૈન સંગઠન ફાઉન્ડેશન જામનગરના સંયોજક શરદ શેઠ, નવીન કોઠારી, રક્ષિત શેઠ, કેતન મહેતા, જયેશ મહેતા તથા રોટરી ક્લબ જામનગરના પ્રમુખ હિતેશ ચાંદરિય, સેક્રરેટરી નિહાર માલદે, સભ્યો મિલન શાહ, ડો.રૂપેન દોઢીયા, જીતેન શાહ ઠેબાના સરપંચ હાર્દિક મુંગરા અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં નવકાર મંત્રના પઠન બાદ જળ-સંચય માટે માટી-કાંપ દુર કરવાના કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ કામગીરી બાદ ઠેબાના તળાવમાં સવા કરોડ લીટરથી વધુ વર્ષા જળ સંચિત થશે. જેનો ગામના અનેક ખેડૂતો અને પશુ-પક્ષી, ઢોર-ઢાંખરને લાભ મળશે.

જામનગર જીલ્લામાં જૈન સંગઠન ફાઉન્ડેશન જામનગર અને રોટરી ક્લબ જામનગરના સંયુક્ત ઉપક્રમે સ્વ-ભંડોળથી, ડબાસંગ, આરીખાણા, બાલાચડી, નેસડા, મચ્જછુ-બેરાજા, સડોદરમાં ફૂલનાથ મહાદેવ મંદિર, રાવલસર જેવા અનેક ગામમાં જળ-સંચયના કાર્યો હાલ ચાલી રહી છે, જેમાં બંને સંસ્થા દ્વારા આ ભગીરથ કાર્યમાં તન-મન-ધનથી જોડાવા માટે જાહેર જનતાને વિજ્ઞપ્તી કરવામાં આવી છે.

વરસાદી પાણીને વહી જતું અટકાવવું બહુ જરૂરી છે. લોકો પોતાના ઘર/ફેક્ટરીની છત અને છાપરા ઉપર પડતા વરસાદી પાણીને સંચિત કરે તો જળ-સ્તર ઊંચું આવે અને પાણીની ગુણવત્તા પણ સુધરે. જળ સંચયના કાર્યમાં માર્ગદર્શન માટે સંસ્થાનો સંપર્ક કરી શકે છે.