કરાટે સ્પર્ધામાં 19 ગોલ્ડ મેડલ, 17 સિલ્વર મેડલ મેળવ્યાં

સુરેન્દ્રનગર
- તાજેતરમાં ઓલ ઈન્ડિયા વાડોકાઈ
કરાટે ડો એસોસિએશન દ્વારા ૨૧મી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન વડોદરા ખાતે
યોજવામાં આવ્યું હતુ. આ સ્પર્ધામાં
સુરેન્દ્રનગર જિલ્લામાંથી પણ અલગ અલગ સ્કૂલના ૩૫ ખેલાડીઓએ પસંદગી થતાં ભાગ
લીધો હતો જેમાં તેમના ઉંમર અને વજન પ્રમાણે કરાટેની કુમિતે અને કાતા એમ બંને
વિભાગમાં ભાગ લઈ ૧૯ ગોલ્ડ મેડલ, ૧૭ સિલ્વર મેડલ અને ૧૩
બ્રોન્ઝ મેડલ મેળવીને ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી ઝાલાવાડનું ગૌરવ વધાર્યું છે.

