સુરતથી દલાલ મારફત દેહવ્યાપાર માટે મહિલાઓને લવતી હતી
- બોટાદના ગેસ્ટ હાઉસમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું
- હોટલ માલિક, સંચાલક અને દલાલને રૂ. 47 હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરાઈ
ભાવનગર : બોટાદમાંથી દેહવ્યાપારનો ધંધો ઝડપાયો છે. એસઓજીની ટીમે દરોડો પાડી સંચાલક સહિત ત્રણ પુરુષની ધરપકડ કરી છે. દલાલ થકી સુરતથી મહિલાઓને લાવવામાં આવતી હતી.
બોટાદના શાકમાર્કેટ વિસ્તારમાં આવેલા બજરંગ ગેસ્ટ હાઉસમાં ચાલતા દેહવ્યાપારનો એસઓજીએ દરોડા પાડી ગેસ્ટ હાઉસના માલિક લાલજી ઉર્ફે વિપુલ ગોવિંદભાઈ ચૌહાણ, સંચાલક ઘનશ્યામ હિંમતભાઈ લોલિયાણા અને દલાલ દિવ્યેશ ભાસ્કરભાઈ પટેલની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં દલાલ દિવ્યેશ સુરતથી મહિલાઓને લાવીને ગેસ્ટ હાઉસમાં દેહવ્યાપાર કરાવતો હતો. એસઓજીએ ભોગ બનનાર મહિલાને મુક્ત કરાવી હતી. પોલીસે ત્રણે પાસેથી રોકડા રૂપિયા, મોબાઈલ મળી કુલ રૂ.૪૭,૦૫૦નો મુદામાલ કબ્જે લઈ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ બોટાદ ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.