Gujarat

અમારી એક જ માંગ પુલીયું ચાલુ રહે...જામનગરમાં સાંઢીયા પુલ નજીક સંખ્યાબંધ પરિવારની મહિલાઓ રસ્તા પર ઉતર્યા

By GS TEAM
23 Dec 20251 min read
TukuTouch Logo
જામનગરમાં સાંઢીયા પુલ નજીક મારુતિ બંગ્લોઝ સોસાયટી આવેલી છે, જેમાં સંખ્યાઓ પરિવારો વસવાટ કરે છે. અને તેઓની અવરજવર માટે રેલવે લાઇનની નીચેથી પસાર થતું એક પુલીયું કે જે મહત્વની કડીરૂપ છે. આ સિવાય આ સોસાયટીમાં આવન જાવન કરવા માટેનો અન્ય કોઈ વૈકલ્પિક રસ્તો નથી, ત્યારે રેલવે વિભાગ અને મહાનગરપાલિકા દ્વારા આ રસ્તો બંધ કરવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે, જેનો સ્થાનિક મહિલાઓએ વિરોધ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમારી એક જ માંગ પુલીયું ચાલુ રહે...જામનગરમાં સાંઢીયા પુલ નજીક સંખ્યાબંધ પરિવારની મહિલાઓ રસ્તા પર ઉતર્યા

Jamnagar : જામનગરમાં સાંઢીયા પુલ નજીક મારુતિ બંગ્લોઝ સોસાયટી આવેલી છે, જેમાં સંખ્યાઓ પરિવારો વસવાટ કરે છે. અને તેઓની અવરજવર માટે રેલવે લાઇનની નીચેથી પસાર થતું એક પુલીયું કે જે મહત્વની કડીરૂપ છે. આ સિવાય આ સોસાયટીમાં આવન જાવન કરવા માટેનો અન્ય કોઈ વૈકલ્પિક રસ્તો નથી, ત્યારે રેલવે વિભાગ અને મહાનગરપાલિકા દ્વારા આ રસ્તો બંધ કરવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે, જેનો સ્થાનિક મહિલાઓએ વિરોધ કર્યો છે.

ઉપરોક્ત વિસ્તારની સંખ્યાબંધ મહિલાઓ રસ્તા પર ઉતરી પડી હતીઝ અને વિરોધ નોધાવ્યો છે. આ પુલિયું ચાલુ રહેવાની એકમાત્ર આ જ અમારી માંગ છે, તેવો નારો લગાવ્યો હતો. અન્ય કોઈ સુવિધા નહીં મળે તો ચાલશે પરંતુ આ અવરજવરની સુવિધા બંધ ન કરે, અને સંખ્યાબંધ બાળકો સહિતના લોકોની અવરજવર માટેનો એકમાત્ર વૈકલ્પિક માર્ગ ચાલુ રહે તે માટે જાહેરમાં વિરોધ પ્રદર્શન કર્યું છે.

હાલમાં રેલવે તંત્ર દ્વારા ડબલ ટ્રેકની કામગીરીના ભાગરૂપે ઉપરોક્ત વિસ્તારમાં વધારાની લાઈન બીછવવા સહિતની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે આ રસ્તો બંધ કરવાનો વારો આવે, તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તે પહેલા મહિલાઓ રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહી છે.