Get The App

કચેરીમાં મહિલા શૌચાલય બિસ્માર હાલતમાં હોય મહિલા અરજદારોને હાલાકી

Updated: Nov 12th, 2025

GS TEAM

Google News
Google News
કચેરીમાં મહિલા શૌચાલય બિસ્માર હાલતમાં હોય મહિલા અરજદારોને હાલાકી 1 - image

- હળવદ તાલુકા પંચાયતમાં વોટર કુલર, આરો મશીન શોભાનો ગાંઠિયો

હળવદ : હળવદ તાલુકા પંચાયતમાં વિકાસના કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે અને આ ગ્રાન્ટને મંજૂર કરી કામગીરી પણ કરવામાં આવે છે પરંતુ હળવદ  તાલુકા પંચાયતનો વિકાસ તકલાદી હોય તેમ માત્ર થોડા સમય માટે જ રહે છે જે બાદ અરજદારોની સ્થિતિ પહેલાની માફક થતી હોય તેમ લાગે છે.

હળવદ તાલુકા પંચાયતમાં મહિલાઓ માટે પ્રથમ માળે શૌચાલય બાનવાયું હતું પરંતુ જાળવણી ના અભાવે હાલમાં બિસ્માર બની ગયું છે. પંચાયતમાં આવતા અરજદારોને સ્વચ્છ અને શુધ્ધ પાણી મળી રહે તે માટે વોટર કુલર અને આરો મશીન મુકવામાં આવ્યું હતું જે હાલ બંધ ખખડધજ હાલતમાં નજરે પડે છે. ત્યારે સરકારના ધારાધોરણ મુજબ કોઈપણ સરકારી ગ્રાન્ટમાંથી ખરીદાયેલ ચીજવસ્તુ અથવા તો રોડ રસ્તાની મર્યાદા ત્રણ વર્ષની હોય છે પરંતુ અહીં તાલુક પંચાયત દ્વારા મુકાયેલા વોટર કુલર અને આરોના રૂપિયા પાણીમાં ગયો હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. તાલુકા પંચાયતનું પાણીનું વોટર કુલર તેમજ શૌચાલય રીપેરીંગ કરવામાં આવે તેવી અરજદારોમાં માંગણી ઉઠવા પામી છે.