Gujarat

જામનગરમાં એક ફ્લેટમાંથી મહિલા સંચાલિત કૂટણખાનું ઝડપાયું, અમદાવાદ અને રાજકોટથી રૂપલલનાઓને બોલાવતી

By GS TEAM
10 Sep 20251 min read
TukuTouch Logo
જામનગરમાં એક ફ્લેટમાંથી મહિલા સંચાલિત કૂટણખાનું ઝડપાયું છે. જેમાં કૂટણખાનું ચલાવતી મહિલા અમદાવાદ અને રાજકોટથી રૂપલલનાઓને બોલાવવામાં આવતી હતી. સમગ્ર મામલે પોલીસને જાણ થતાં ગઈકાલે મંગળવારે (9 સપ્ટેમ્બર) મોડી સાંજે પોલીસે દરોડા પાડીને કૂટણખાનું ઝડપી પાડ્યું હતું. પોલીસે 4 મહિલાની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં એક ફ્લેટમાંથી મહિલા સંચાલિત કૂટણખાનું ઝડપાયું, અમદાવાદ અને રાજકોટથી રૂપલલનાઓને બોલાવતી

Jamnagar News : જામનગરમાં એક ફ્લેટમાંથી મહિલા સંચાલિત કૂટણખાનું ઝડપાયું છે. જેમાં કૂટણખાનું ચલાવતી મહિલા અમદાવાદ અને રાજકોટથી  રૂપલલનાઓને બોલાવવામાં આવતી હતી. સમગ્ર મામલે પોલીસને જાણ થતાં ગઈકાલે મંગળવારે (9 સપ્ટેમ્બર) મોડી સાંજે પોલીસે દરોડા પાડીને કૂટણખાનું ઝડપી પાડ્યું હતું. પોલીસે 4 મહિલાની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરમાં મહિલા સંચાલિત કૂટણખાનું ઝડપાયું

જામનગરમાં આવેલા અંધઆશ્રમ આવાસના એક ફ્લેટમાં કૂટણખાનું ચલાવામાં આવતું હતું. જામનગર શહેર વિભાગના ડીવાયએસપીને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગર અંધઆશ્રમ આવાસના ત્રણ માળિયા બિલ્ડિંગમાં ફ્લેટમાં એક મહિલા દ્વારા બહારથી યુવતીઓ બોલાવીને કુટલણખાનું ચલાવાતું હતું.  સમગ્ર ઘટના મામલે અંધાશ્રમ આવાસ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

સમગ્ર ઘટના મામલે જામનગરના સિટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કૂટણખાનું ચલાવનાર 55 વર્ષીય મહિલા સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ 1956 ની કલમ 3(1), 3(2એ), 4(1), 4(2સી), 5(1એ) અને 5 (1ડી) મુજબ ગુનો નોંધ્યો છે. 

આ પણ વાંચો: હાર્દિક પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરન્ટ ઇશ્યૂ, 2018માં ઉપવાસ આંદોલનને લઇને નોંધાયો હતો ગુનો

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, કૂટણખાનું ચલાવતી મહિલા સિલાઈ કામ કરતી હતી. પરંતુ શોર્ટકટથી પૈસા મેળવવા મહિલાએ પોતાના ઘરમાં કૂટણખાનું ચલાવવાનું શરૂ કર્યું હતું. જેમાં મહિલાએ અમદાવાદથી બે અને રાજકોટથી એક એમ ત્રણ યુવતીઓ બોલાવતી હતી.