તાલાલામાં મહિલાઓ દ્વારા પથ સંચલન તથા શસ્ત્ર પૂજન

રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા આયોજન : ગીર સોમનાથ જિલ્લાના વિજયાદશમી ઉત્સવ અંતર્ગત આયોજીત પથસંચલનમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો
તાલાલા, : રાષ્ટ્રીય સ્વયંસેવક સઘની મહિલા પાંખ રાષ્ટ્ર સેવિકા સમિતિ ગીર સોમનાથ જિલ્લાનો વિજયા દશમી ઉત્સવ તાલાલા શહેરમાં ઉજવાયો હતો. આ પ્રસંગે પથ સંચલન તથા શસ્ત્ર પૂજન મહિલાઓ દ્વારા કરાયું હતું તાલાલા નગરમાં પથ સંચાલન અને શસ્ત્ર પૂજનો કાર્યક્રમ યોજાતા તેમાં મોટી સંખ્યામાં સેવિકા બહેનો જોડાયા હતાં.તાલાલા નગરમાં આર.એસ.એસ. કાર્યાલયથી શરૂ થયેલા પથ સંચલનમાં શસ્ત્રો તથા લાઠી ધારણ કરી ચાલતી દુર્ગા સ્વરૂપ સેવિકા બહનોના પથ સંચાલન ઉપર લોકોએ ઠેરઠેર પુષ્પવર્ષા કરી હતી.
વિજયાદશમી ઉત્સવનો 90 વર્ષ પહેલાં નાગપુર વર્ધા ખાતે પૂજય મોસીજીએ શુભારંભ કરાવ્યો હતો. જેનો મુખ્ય હેતુ આત્મ રક્ષા માટે બહેનોને તૈયાર કરવાનો હતો. બહેનો પોતાના જીવમાં સક્ષમ બને, જરૂર પડે રાષ્ટ્રહિતમાં ભૂમિકા નિભાવી શકે તેવા સંઘના નિદર્શન અંતર્ગત પથ સંચલનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગીર સોમનાથ જિલ્લા રાષ્ટ્ર સેવિકા સમિતિના કાર્યવાહના માર્ગદર્શન હેઠળ મોટી સંખ્યામાં યુવતીઓ અને મહિલાઓએ ભાગ લીધો હતો.








