લીંબડી પાલિકા પ્રમુખની ઓફિસનો વોર્ડ નં.6ની મહિલાઓનો વિરોધ સાથે રોડ પર ચક્કાજામ
રોડ
પરના ખાડા, અનિયમિત પાણી વિતરણ સહિતની પ્રાથમિક સુવિધા મામલે
ચીફ
ઓફિસર, પાલિકા
પ્રમુખ રજૂઆત સાંભળવા નહીં આવતા રોષે ભરાયેલી મહિલાઓએ ચીફ ઓફિસરની ઓફિસના દરવાજાનો
કાચ તોડી ધંધુકા હાઇવે પર દોઢ કલાક સુધી ચક્કાજામ કયા
પાવર
હાઉસ રોડ પર દોઢ ફૂટ ખાડા ખોદ્યા બાદ સીસી રોડનું કામ અટકાવી દેતા ચોમાસામાં
નર્કાગાર જેવી સ્થિતિ ઊભી થઇ
લીંબડી -
લીંબડી શહેરમાં વોર્ડ નં. ચારમાં આવતા પાવર હાઉસ રોડ પર ખાડા,
અનિયમિત પાણી વિતરણ સહિતની પ્રાથમિક સુવિધા મામલે પાંચથી છ
સોસાયટીની મહિલાઓ લીંબડી પાલિકા પ્રમુખની
ઓફિસનો ઘેરાવો કર્યો હતો. ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ રજૂઆત
સાંભળવા નહીં આવતા રોષે ભરાયેલી મહિલાઓએ ચીફ ઓફિસરની ઓફિસના દરવાજાનો કાચ તોડી
ધંધુકા હાઇવે પર દોઢ કલાક સુધી ચક્કાજામ કર્યો હતો. જેના પગલે રસ્તા પર વાહનોના
થપ્પા લાગ્યા હતા. પોલીસે મહિલાઓની દોઢ કલાક સુધી સમજાવટ કર્યા બાદ વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. ચાર કલાક બાદ
કારોબારી સમિતિના ચેરમેન મહિલાઓની રજૂઆત સાંભળી સમસ્યાનું તાકિદે નિરાકરણ લાવવવાની
હૈયાધારણા આપતા મહિલાઓ ઘરે પરત ફરી હતી.
લીંબડી
નગરપાલિકા દ્વારા હાલ પાવર હાઉસ રોડ પરની બસેરા રામ નગર, સુર્યપુરમ રૉ હાઉસ
સહિતની સોસાયટી વિસ્તારોમાં પાણીની લાઈન તથા સી.સી રોડની કામગીરી હાથ ધરવામાં આવી
છે. જેમાં પાવર હાઉસ રોડ પર પાણીની પાઈપ લાઈન નાખીને સીસી રોડ બનાવવા માટે પાલિકા
તંત્ર દ્વારા દોઢથી બે ફુટના રોડ ખોદકામ કરવામાં આવ્યું છે. પરંતુ હાલ શહેરમાં
છેલ્લા અઠવાડિયાથી ધીમી ધારે વરસાદ વરસવાના કારણે રોડના કોન્ટ્રાક્ટ દ્વારા રોડ
બનાવાની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી.
જોકે, આ ખાડામાં વરસાદી પાણી
ભરાઇ રહેતા રહીશો અને વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જે અંગે રજૂઆત
કરવા છતાં ઉકેલ નહીં આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો હતો. રોષે ભરાયેલા
લોકોએ જણાવ્યું હતું કે પાલિકા તંત્ર દ્વારા પાવર હાઉસ રોડ છેલ્લા એક માસથી વધુ
સમય પહેલાં પાણીની નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પાણીની લાઈન
નાખવાનું કામ પૂર્ણ થતાં તે વિસ્તારમાં સીસી રોડ બનાવાની કામગીરી હાથ ધરવામાં આવી
હતી. જેમાં રોડના કોન્ટ્રાક્ટ દ્વારા છેલ્લાં એક અઠવાડિયાથી દોઢથી બે ફુટનો રોડ
ખોદીને મુકી દેવામાં આવ્યો છે. હાલ વરસાદના કારણે તે વિસ્તારમાં કાદવ કીચડ તથા
વરસાદી પાણી ભરાવાના કારણે નાના મોટા વાહન ચાલકોના અકસ્માત સર્જાયા છે.
આ
ઉપરાંત દસ દિવસે પાણી વિતરણ કરવામાં આવતું હોવાથી તથા વિસ્તારમાં સફાઈ કામદારો
નિયમિત સમયે ન કરવામાં આવતાં અને પાલિકાની સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં હોવાથી અનેક
પ્રાથમિક સુવિધાઓ મળતી નથી. છતાંય પાલિકા તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી
હાથ ધરવામાં આવતી નથી.
રોષે
ભરાયેલી ૫૦થી વધુ મહિલાઓ તથા ભાઈઓ પાલિકા કચેરી ખાતે હાય નગરપાલિકા હાયના નારા
સાથે હલ્લાબોલ મચાવીને પાલિકા પ્રમુખને તથા ચીફ ઓફિસરને રજૂઆત કરવા પહોંચ્યાં હતા.
પરંતુ પાલિકા પ્રમુખની તથા ચીફ ઓફિસરની ઓફિસને તાળાં મારેલા હોવાથી પ્રમુખની
ઓફિસને ઘેરાવો કર્યો હતો. તેમજ એક કલાકથી વધુ સમય વિતવાં છતાં પણ પાલિકા પ્રમુખ
તથા ચીફ ઓફિસર તથા વોર્ડના કોઈ સભ્યો સ્થાનિક રહીશોની રજૂઆત સાંભળવા નહી આવતાં
રહીશો વધુ રોષે ભરાયા હતા. અને ચીફ ઓફિસરની ઓફિસના દરવાજાના કાચ તોડી અન્ય
કચેરીમાં જઈ હલ્લાબોલ મચાવીને લીંબડી-ધંધુકા હાઈવે પર ગાયત્રી મંદિરના નાળા પાસે
દોઢ કલાક સુધી ચક્કાજામ કર્યો હતો.
પોલીસે
દોઢ કલાકે વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો
આ
બનાવની જાણ લીંબડી પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સ્થળ પર
પહોંચેલી પોલીસ તથા રોષે ભરાયેલા લોકો વચ્ચે રકજક થય હતી. રોષે ભરાયેલા લોકોએ
જણાવ્યું કે જ્યાં સુધી પાલિકા પ્રમુખ અથવા તંત્રના અધિકારીઓ અમારી રજૂઆત નહી
સાંભળે ત્યાં સુધી રોડ પરથી હટીશું નહી. જ્યારે હાઈવે ચક્કાજામ થતાં વાહનોની લાંબી
કતારો લાગી હતી. અંતે પોલીસે રોષે ભરાયેલા લોકો સાથે સમજાવટ કરી દોઢ કલાક વાહન
વ્યવહાર શરૃ કરાવ્યો હતો.
ચાર
કલાક બાદ કારોબારી સમિતિના ચેરમેન મહિલાઓની રજૂઆત સાંભળવા પહોંચ્યા
હાઇવે
પર વિરોધ કરી રહેલી મહિલાઓને પોલીસે સમજાવી વાહવનવ્યવહાર પૂર્વવત કરાવ્યો પરંતુ
પાલિકા પ્રમુખ કે અન્ય અધિકારીઓ ડોકાયા ન હતાં. મહિલાઓને ચાર કલાકની રકજક બાદ અંતે પાલિકાના કારોબારી
સમિતિના ચેરમેન દલસુખભાઈ ચૌહાણ આવીને સાંભળી અને બે દિવસમાં પાવર હાઉસ રોડ પર
કપચાં પાથરી રોડ પરનો કાદવ-કીચડ દુર કરી દેવામાં આવશે તેવી હૈયાધારણા આપી જણાવ્યું
કે લક્ષ્મીસરથી આવતી પાણીની લાઈનમાં શીયાણી પાસે ભંગાણ થયું હોવાથી શહેરમાં દસ
દિવસે પાણી વિતરણ કરવામાં આવ્યું હતું. આ લાઈનનું રીપેરીંગ કાણ પૂર્ણ થઈ ગયું છે
હવે રાબેતા મુજબ પાણી ત્રણ દિવસે આપવામાં આવશે.
ચૂંટણી
જીત્યા પછી પાંચ વર્ષ સુધી સભ્યા ફરકતા નથીઃ સ્થાનિકો
લીંબડી
પાલીકા કચેરીમાં ૨૮ સભ્યો ભાજપના હોવા છતાં પણ શહેરના દરેક વોર્ડમાં નાની મોટી
પ્રાથમિક સુવિધાઓથી પુરતાં પ્રમાણમાં ન મળતી હોવાને કારણે શહેરીજનોને ભારે હાલાકી
ભોગવવી પડે છે. તેમજ દરેક વોર્ડના સભ્યો ચૂંટણી સમયે માત્ર મત લેવા માટે જ આવે છે.
પછીના પાંચ વર્ષ સુધી ડોકાતાં પણ નથી અને જો કોઈ પણ વોર્ડના રહીશો પાલિકા ખાતે
રજૂઆત લઈને ગયા હોય તો ત્યાં પણ જોવા મળતાં નથી અને ફોન કરવામાં આવેતો ફોન ઉઠાવતાં
નથી તેવો સ્થાનિક રહીશોએ આક્ષેપો કર્યા હતા. વોર્ડના છના એક પણ સભ્યો આજે પાલિકા
કચેરી ખાતે સ્થાનિક રહીશોની રજૂઆત સાંભળવા આવ્યા ન હતાં.