જામનગરમાં બિહાર-ઝાંરખડ સહિતના રાજ્યોની મહિલાઓ દ્વારા છઠ્ઠ મૈયા પર્વની ભક્તિ ભાવ પૂર્વક ઉજવણી કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગરમાં દિગજામ વુલનમીલની પાછળના ભાગની સોસાયટીઓમાં બાલાજી પાર્ક વિસ્તારમાં ગઈકાલે બિહાર, ઝારખંડ, ઉત્તરપ્રદેશ સહિતના ઉત્તર ભારતીય પરિવારો વસવાટ કરે છે, જેઓ દ્વારા ગઈકાલે છઠ્ઠ મૈયા પર્વની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી, અને વ્રતધારી બહેનો દ્વારા ઉગતા સૂર્યને અર્ધ્ય ચડાવી મનોકામના પુરી કરી હતી.
ઉપરોક્ત વિસ્તારમાં વસવાટ કરતી અનેક મહિલાઓ દ્વારા ગઈકાલે ભક્તિ ભાવ સાથે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ઉગતા સૂર્યને અર્ધ્ય ચડાવવામાં આવ્યું હતું, આવેલાએ ઉત્તર ભારતીય પરિવારના અન્ય સદસ્યો પણ પૂજા વિધિમાં જોડાયા હતા.
કારતક સુદ છઠ્ઠના દિવસે સુર્યદેવતાની પુજા કરવાનું ઘણું મહત્વ રહેલું છે. જેથી બિહારી સહિતના રાજ્યના લોકો જ્યા વસવાટ કરતા હોય, ત્યાં છઠ્ઠ પુજા કરવામાં આવે છે. જેમાં પરિણિતાઓ સોળે શણગાર સજીને પાણીના કાંઠે પૂજા કરવામાં આવે છે. ત્યારે જામનગર શહેરના ખોડીયાર કોલોનીના જુદી જુદી સોસાયટીમાં બિહારી સહિતના રાજ્યના લોકો રહે છે. જે તમામ પરિવારો દ્વારા ઉત્સાહ ઉમંગથી આ પર્વને ઉજવ્યું હતું. જામનગર શહેર ભાજપના અધ્યક્ષ બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્થાનિક મહિલા કોર્પોરેટર જશુબા ઝાલા સહિતના અગ્રણીઓ પણ જોડાયા હતા.








