હળવદની હરીનગર ગોલ્ડ સોસાયટીની મહિલાઓ રસ્તા પર ઉતરી, ચક્કાજામ કર્યો
કચરાના
ઢગલા, પીવાના
પાણીમાં ગટરનું પાણી ભળી જવું સહિતના પ્રશ્ને
મહિલાઓનો
રોષ પારખી પાલિકાએ પાણીના ટેન્કરો દોડાવી પાણીની લાઇનનું રિપેરિંગ શરૃ કરાવતા
મામલો થાળે પડયો
હળવદ -
હળવદની હરીનગર ગોલ્ડ સોસાયટીની મહિલાઓ કચરાના ઢગલા, પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જવું સહિતના પ્રશ્ને રસ્તા પર ઉતરી
ચક્કાજામ કર્યો હતો. રોષ પારખી અધિકારીઓ દોડી આવી હૈયાધારણા આપી પરંતુ મહિલાઓ ટસની
મસ નહીં થતાં દોડધામ મચી હતી. મહિલાઓના ચક્કાજામથી રોડ પર ટ્રાફિકજામ થયો છે.
હરીનગર
ગોલ્ડ સોસાયટીમાં પીવાની પાણીની લાઇનમાં ગટરના ગંધાતા પાણી ભળી જતા પાણીમાં
દુર્ગંધ આવતી હોય લોકોનું આરોગ્ય જોખમાય તેવી સ્થિતી સર્જાઇ છે. જેના કારણે
લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમજ સોસાયટીની આસપાસ કચરાના ઢગલા ખડકાયેલા રહેતા
લોકો લાંબા સમયથી હાલાકી વેઠી રહ્યાં હતા.
સોસાયટીના
રહીશોએ આ સમસ્યા અંગે હળવદ નગરપાલિકા તંત્રને વાંરવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ
નહીં આવતા આજે સોસાયટીની મહિલાઓ રણંચડી બની રસ્તા પર ઉતરી હતી અને સરા રોડ ચક્કાજામ
કર્યો હતો. મહિલાઓ રોડ ચક્કાજામ કરતા હાઇવે પર વાહનોના થપ્પા લાગ્યા હતા અને ટ્રાફિકજામ
થયો હતો.
દરમિયાન
હળવદ નગરપાલિકા પ્રમુખે જણાવાયું હતું કે શહેરના વિવિધ વિસ્તારમાં કામગીરી ચાલું
છે. જે વિસ્તારમાં કામગીરી બાકી છે ત્યાં આગામી સમયમાં કામગીરી હાથ ધરવામાં આવશે.
તેમણે કહ્યું કે રહીશોએ પોતાની સમસ્યાને લઇ આંદોલન કરવાને બદલે રજૂઆત કરવી જોઇએ.
ઠાલા
વચનો નહીં કામ શરૃ કરોઃ રહીશો
મહિલાઓનો
ચક્કાજાને પગલે પોલીસ અને પાલિકા તંત્રના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. તંત્રએ
મહિલાઓને સમસ્યાનો ઉકેલ આવી જશે તેવી હૈયાધારણા આપી હતી. જોકે, મહિલાઓ ટસની મસ થઇ
નહતી અને ઠાલા વચનો આપવાને બદલે તાત્કાલિક સમસ્યાનો નિકાલ લાવવાની માંગ કરી હતી.
અધિકારીઓએ રોષ પારખી તાત્કાલિક પાણીના ટેન્કરો દોડાવી અને પાણીની લાઇનું રિપેરિંગ
કામ શરૃ કરતા મહિલાઓએ આખરે આંદોલન પુરૃ કરતા અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.