જામનગરના ગોકુલ નગર વિસ્તારની મહિલાઓ સમસ્યાઓથી ત્રસ્ત બનીને પાલિકાના વિરોધમાં રસ્તા પર ઉતરી
Jamnagar : જામનગરના ગોકુલ નગર વિસ્તારની મહિલાઓ પોતાના વિસ્તારની સમસ્યાની ભરમારને લઈને રસ્તા પર ઉતરી આવી છે, અને સ્થાનિક વિસ્તારમાં રસ્તાના ખાડા, ગંદકી તેમજ મરેલા ઢોર સહિતના પ્રશ્નોને લઈને આંદોલન શરૂ કર્યું છે. અને જો 24 કલાકમાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો વિસાવદરવાળી કરવાની ચીમકી ઉચ્ચારી છે.
જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રસ્તા ઉપર અનેક સ્થળે ખાડા પડી ગયા છે, ઉપરાંત ગંદકીના ગંજ ખડકાયેલા છે, અને સફાઈનો સદંતર અભાવ છે. સાથો સાથ આ વિસ્તારમાં મરેલા ઢોર પણ પડેલા છે, જેના કારણે તિવ્ર દુર્ગંધ આવી રહી છે. જેથી સ્થાનિક રહેવાસીઓ ખૂબજ ત્રસ્ત બની ગયા છે. આ સમસ્યાઓની ભરમારને લઈને આજે સવારે ગોકુલ નગર વિસ્તારની મહિલાઓ રસ્તા પર આવી ગઈ હતી અને આંદોલન શરૂ કર્યું છે. મહાનગરપાલિકાના તંત્રને અલ્ટીમેટમ આપ્યું છે, કે જો 24 કલાકમાં પોતાના વિસ્તારના કામોનો ઉકેલ નહીં આવે તો, વિસાવદર વાળી કરવાની ચીમકી પણ આપી છે. જેને લઈને ભારે ચકચાર જાગી છે. મહાનગર પાલિકાના તંત્રમાં પણ આ કાર્યવાહીને લઈને દોડધામ શરૂ થઈ ગઈ છે.