Get The App

વિરમગામમાં છાસવારે વીજ ડૂલ થતાં મહિલાઓનો વીજ કચેરી ખાતે હલ્લાબોલ

Updated: Jun 19th, 2025

GS TEAM


Google News
Google News
વિરમગામમાં છાસવારે વીજ ડૂલ થતાં મહિલાઓનો વીજ કચેરી ખાતે હલ્લાબોલ 1 - image


મંગળવારે સતત છ કલાક સુધી વીજ કાપ રહેતા આક્રોશ

રણચંડી બનેલી મહિલાઓ મોડી રાત્રે જીદે ચડતાં યુજીવીસીએલના અધિકારીઓ અને પોલીસ દોડતી થઇ

વિરમગામ -  વિરમગામમાં છાસવારે વીજ ડૂલ થતાં મહિલાઓનો વીજ કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. રણચંડી બનેલી મહિલાઓ મોડી રાત્રે જીદે ચડતાં યુજીવીસીએલના અધિકારીઓ અને પોલીસ દોડતી થઇ અને મામલો થાળે પાડયો હતો

 

વિરમગામ ઉત્તર વિજ કંપનીનો વહીવટ દિન પ્રતિદિન કથળતો જાય છે. શહેરમાં છેલ્લા સાત દિવસથી અનેક વિસ્તારોમાં દિવસ અને રાત્રિના વીજળીની સમસ્યા સર્જાય છે. વારંવાર વીજળી ગુલ થઈ જતા નગરજનોમાં ઉત્તર વીજ કંપની સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. મંગળવારે શહેરના ખાનના ડેલા પાસે આવેલું વ્હાઇટ હાઉસ નામનું ત્રણ માળનું બિલ્ડીંગ જર્જરીત થઈ જતા બિલ્ડીંગ ઉતારી લેવાનું કામકાજ ચાલુ કરવામાં આવ્યું ત્યારે ટાવર પાછળના મોટા ભાટવાડા, ગદાવાડા ખાનના ડેલા, જાગફળી  સહિતના વિસ્તારોમાં વીજ પ્રવાહ બંધ કરવામાં આવ્યો હતો.

જર્જરીત મિલકત ઉતારવાનું કામ સાંજના પાંચ કલાકે બંધ કરવામાં આવેલું છતાં વીજ પુરવઠો કાર્યરત કરવામાં આવ્યો નહતો. રાતના ૧૧-૩૦ એટલે કે છ કલાક સુધી વીજ પુરવઠાની આવન જાવન અને વોલ્ટેજની વધઘટ ચાલુ રહી હતી. આ બાબતે રહીશો દ્વારા ફરિયાદ કેન્દ્ર ઉપર રૃબરૃ તેમજ ટેલિફોનિક ફરિયાદકરવા છતાં સમસ્યા દૂર ન થતા મોટા ભાટવાડા ગદાવાડ સહિતના વિસ્તારની મહિલાઓ અને યુવાનો રાત્રિના બાર વાગ્યેેઉત્તર વીજ કંપનીની ઓફિસે જઈ હલ્લાબોલ કર્યો હતો રણચંડી બનેલી મહિલાઓએ ફરજ પરના કર્મચારીને જવાબદાર અધિકારીને બોલાવવા જણાવ્યું હતું બાદમાં અધિકારી અને પોલીસ આવી મામલો થાળે પડયો હતો. બાદમાં મોડી રાત્રે વીજળી પૂર્વત્ત થઈ હતી.

Tags :