રક્ષાબંધનના દિવસે સુરત પાલિકાની બસમાં મહિલા અને બાળકોને વિના મૂલ્ય મુસાફરી કરી શકશે
Surat Corporation Free Bus : સુરત મહાનગરપાલિકાએ દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલિકા સંચાલિત સીટી અને બીઆરટીએસ બસમાં રક્ષાબંધનના દિવસે વિના મુલ્યે મુસાફરીની જાહેરાત કરી છે. આગામી શનિવારે રક્ષાબંધન છે તે દિવસે બહેનો અને 15 વર્ષ સુધીના બાળકો પાલિકાની બસમાં વિના મુલ્યે મુસાફરી કરી શકશે આ તકનો લાભ લેવા માટે પાલિકાના ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષે અપીલ કરી છે.
સુરત પાલિકાએ એક અખબારી યાદી જાહેર કરી છે તેમાં જણાવ્યું છે કે સુરત પાલિકા ભારતનો સૌથી લાંબો 108 કિલોમીટરનો બીઆરટીએસ રૂટ ધરાવે છે. બીઆરટીએસના 13 રૂટ અને સીટી બસના 45 રૂટ પર રોજ બે લાખથી વધુ મુસાફરો મુસાફરી કરે છે. સુરત પાલિકાના ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષની સુચના મુજબ આગામી રક્ષાબંધનના દિવસે અંગત વર્ષની જેમ જ સુરત મહાનગરપાલિકાની બીઆરટીએસ અને સીટી બસમાં મહિલા અને બાળકોને વિના મુલ્યે મુસાફરી કરી શકશે. આગામી શનિવારે રક્ષાબંધન છે અને તે દિવસે
પાલિકાની સીટી અને બીઆરટીએસ બસમાં 15 વર્ષ સુધીના બાળકો અને મહિલાઓ વિના મુલ્યે મુસાફરી કરી શકશે. વધુમાં વધુ મહિલાઓ આ તકનો લાભ ઉઠાવે તેવી અપીલ કરવામાં આવી છે.