Gujarat
વડોદરામાં વૃંદાવન ટાઉનશીપના લિફ્ટમાં ફસાયેલી મહિલાનું ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ, 20 મિનિટ ફસાઈ
By GS TEAM
28 Aug 20251 min read
વડોદરાના હરણી રોડ વિસ્તારમાં આજે વહેલી સવારે લિફ્ટમાં ફસાયેલી એક મહિલાને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
Summarized by AI; it may make mistakes. Check important info
વડોદરાના હરણી રોડ વિસ્તારમાં આજે વહેલી સવારે લિફ્ટમાં ફસાયેલી એક મહિલાને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
Summarized by AI; it may make mistakes. Check important info

image : social media
Vadodara : વડોદરાના હરણી રોડ વિસ્તારમાં આજે વહેલી સવારે લિફ્ટમાં ફસાયેલી એક મહિલાને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
હરણી રોડ પર નાગેશ્વર મંદિરની સામે વૃંદાવન ટાઉનશીપના ઇ-ટાવરમાં આજે વહેલી સવારે લિફ્ટ ખોટ ખાઈ જતા અંદર એક મહિલા ફસાઈ હતી. મહિલાએ બચાવ માટે મદદ માંગતા લોકો ભેગા થઈ ગયા હતા. પરંતુ લિફ્ટમાંથી બહાર નીકળી શકાય તેમ ન હતું.
આખરે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવતા પાણીગેટની ટીમ દ્વારા રંજનબેન નામની મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આમ, લિફ્ટને કારણે મહિલા 20 મિનિટ સુધી ફસાઈ હતી.