Gujarat
મહિલાના પગ પર સિટિ બસના પૈંડા ફરી વળતા ગંભીર ઇજા
By GS TEAM
2 Jan 20261 min read

વડોદરા,પ્રતાપનગર રોડ પર ચાલતી જતી મહિલા પર સિટિ બસના પૈંડા ફરી વળતા પગમાં ફ્રેક્ચર થઇ ગયું હતું. જે અંગે વાડી પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ડભોઇ રોડ મહાનગર પાસે વુડાના મકાનમાં રહેતા સંગીતાબેન કાંતિલાલ કાયસ્થ ન્યાયમંદિર દૂધવાળા મહોલ્લા પાસે ટી સ્ટોલ પર કામ કરે છે. ગત ૩૧ મી તારીખે તેઓ સ્ટોલ પરથી માંડવી મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યાંથી ઘરે જવા માટે તેઓ સિટિ બસમાં બેસીને વિહાર ટોકિઝ ચાર રસ્તા પર ઉતર્યા હતા. તેઓ રોડ પર ચાલતા હતા. તે દરમિયાન તે બસના ચાલકે તેઓને ટક્કર મારી હતી. બસની ટક્કર વાગતા સંગીતાબેન નીચે પડી ગયા હતા. બસનું ટાયર તેમના પગ પર ફરી વળતા તેઓને ગંભીર ઇજા થઇ હતી. અકસ્માત પછી બસનો ચાલક જતો રહ્યો હતો. આજુબાજુના લોકોેએ દોડી આવી ઇજાગ્રસ્ત સંગીતાબેનને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા.









