Gujarat

સમા સર્કલ પાસે મહિલા કારચાલકે દરવાજો ખોલતાં સ્કૂટર સવાર મહિલા પટકાઇ

By GS TEAM
19 Feb 20261 min read
સમા સર્કલ પાસે મહિલા કારચાલકે દરવાજો ખોલતાં સ્કૂટર સવાર મહિલા પટકાઇ

વડોદરાઃ સમાના સર્કલ પાસે બનેલા અકસ્માતના એક બનાવમાં પોલીસે દોઢ મહિના પછી ગુનો નોંધ્યો છે.

ન્યુ સમારોડના સિટિપાર્કમાં રહેતા અને મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા ગાયત્રીબેન દવેએ પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૭મી ફેબુ્રઆરીએ બપોરે હું સ્કૂટર પર ઘરતરફ જતી હતી ત્યારે જીઆઇપીસીએલ સર્કલ અમર કોમ્પ્લેક્સ નજીક એક કારમાં બેઠેલી મહિલાએ  એકાએક દરવાજો ખોલતાં હું ફંગોળાઇને પડી ગઇ હતી.

અકસ્માતને કારણે મને શરીરે ઇજાઓ પહોંચી હતી.જેથી પોલીસે આ ફરિયાદ અંગે માલતી ઠાકુર નામની મહિલા સામે ગુનો નોંધ્યો છે.