Get The App

આમોદ-દહેજ રોડ ઉપર એકટીવા સવાર યુવતી રસ્તાની સાઈડમાં પાર્ક ટ્રકની પાછળ ઘૂસી જતા મોતને ભેટી

Updated: Aug 28th, 2025

GS TEAM

Google News
Google News
આમોદ-દહેજ રોડ ઉપર એકટીવા સવાર યુવતી રસ્તાની સાઈડમાં પાર્ક ટ્રકની પાછળ ઘૂસી જતા મોતને ભેટી 1 - image

Bharuch Accident : ખાનગી કંપનીમાંથી નોકરી પતાવી ઘરે પરત ફરી રહેલ ભરૂચના વાગરા તાલુકાની એકટીવા સવાર યુવતીનું આમોદ-દહેજ રોડ ઉપર ટ્રક સાથે અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાથી હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

મૂળ ઉત્તર પ્રદેશ રેવતીપુરના વતની અને હાલ ભરૂચના વાગરા ખાતે રહેતા અખિલેશ યાદવ ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટ હેઠળ ફીટર તરીકે નોકરી કરે છે. તેમની પત્ની 35 વર્ષીય કંચનદેવી ખાનગી કંપનીની કેન્ટીનમાં નોકરી કરે છે. લગ્નજીવન દરમ્યાન દંપતીને સંતાનમાં આઠ વર્ષની બાળકી છે. ગઈકાલે બપોરના સમયે કંચનદેવી પોતાની મોપેડ લઈ નોકરી પરથી પરત ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે આમોદ-દહેજ માર્ગ ઉપર ઇન્ડિયન પેરોક્સાઈડ કંપનીની સામેની બાજુ રસ્તાની સાઈડમાં પાર્ક ટ્રકની પાછળના ભાગે મોપેડ સવાર કંચનદેવી ભટકાતા ગંભીર ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન તબીબે કંચનદેવીને મૃત જાહેર કર્યા હતા. બનાવ સંદર્ભે દહેજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.