Gujarat
વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી
By GS TEAM
30 Mar 20261 min read

વડોદરાઃ વિશ્વામિત્રી નદીના કિનારે બેસી રહેલી આધેડ વયની મહિલાને મગરો નજીક આવે તે પહેલાં ફાયર બ્રિગેડના જવાનોએ બચાવી લીધી હતી.
નવલખી કમ્પાઉન્ડની પાછળ કૃત્રિમ તળાવ પાસે નદીના કિનારે એક મહિલા બેસી રહી હોવાની અને થોડે જ દૂર કિનારા પર મગરો આવી ગયા હોવાની માહિતી મળતાં ફાયર બ્રિગેડના જવાનો પહોંચ્યા હતા.
માનસિક અસ્વસ્થ મહિલાને એક વાર બહાર લઇ જવાઇ હતી.પરંતુ થોડીવાર બાદ ફરીથી તે કિનારે આવી ને બેસી જતાં ફાયર બ્રિગેડના જવાનોએ સમજાવીને બહાર લઇ ગયા હતા.રાવપુરા પોલીસે મહિલાના સબંધીઓને શોધવા માટે તજવીજ કરી હતી.








