પાણીપુરી ઓછી મળતા મહિલાનો રસ્તા વચ્ચે બેસી જઈ વિરોધ
સુરસાગર તળાવ પાસે આજે મહિલા અચાનક માર્ગની વચ્ચે બેસી જવાની ઘટનાએ લોકોમાં ભારે ચર્ચા જગાવી હતી.
સુરસાગર તળાવ ખાતે મ્યુઝિક કોલેજ નજીક પાણીપુરીની લારી ઉપર એક મહિલા પાણીપુરી ખાવા માટે પહોંચી હતી. આ દરમ્યાન પાણીપુરી ઓછી મળતા ગુસ્સે ભરાયેલી મહિલાએ પોતાનો વિરોધ દર્શાવવા માર્ગની વચ્ચે જ બેસી જઈ પોલીસ આવી લારી બંધ કરાવે તેવી માંગ હોવાની ચર્ચા સ્થળ પર એકત્ર થયેલ લોકોમાં હતી. આ સમગ્ર બનાવનો વીડિયો સ્થળ પર હાજર લોકોએ મોબાઇલ કેમેરામાં કેદ કરી લીધો હતો.