Gujarat

જામ ખંભાળિયા-દ્વારકા નેશનલ હાઇવે પર અકસ્માત, અજાણ્યા વાહનની ઠક્કરે મહિલા પદયાત્રીનું મોત

By GS TEAM
23 Feb 20261 min read
TukuTouch Logo
હોળી-ધૂળેટીના પર્વે દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહેલા પદયાત્રીઓ માટે જામખંભાળિયા-દ્વારકા નેશનલ હાઇવે અકસ્માત સંભવિત બન્યો છે. રાજકોટથી સંઘ સાથે પદયાત્રા કરી રહેલા એક મહિલા પદયાત્રીને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ અકસ્માત સર્જી વાહન ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

જામ ખંભાળિયા-દ્વારકા નેશનલ હાઇવે પર અકસ્માત, અજાણ્યા વાહનની ઠક્કરે મહિલા પદયાત્રીનું મોત

Road Accident: હોળી-ધૂળેટીના પર્વે દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહેલા પદયાત્રીઓ માટે જામખંભાળિયા-દ્વારકા નેશનલ હાઇવે અકસ્માત સંભવિત બન્યો છે. રાજકોટથી સંઘ સાથે પદયાત્રા કરી રહેલા એક મહિલા પદયાત્રીને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ અકસ્માત સર્જી વાહન ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

મહિલાને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી

મળતી માહિતી મુજબ, આગામી ફૂલડોલ ઉત્સવ નિમિત્તે રાજકોટથી પદયાત્રીઓનો એક સંઘ દ્વારકા તરફ જઈ રહ્યો હતો. આ સંઘમાં સામેલ એક મહિલા પદયાત્રી જ્યારે જામખંભાળિયા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પુરપાટ ઝડપે આવતા એક અજાણ્યા વાહને તેમને જોરદાર ટક્કર મારી હતી.

ટક્કર એટલી ભીષણ હતી કે મહિલા પદયાત્રી રોડ પર પટકાતા તેમને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે સંઘના અન્ય પદયાત્રીઓ અને સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે હોસ્પિટલ પહોંચે તે પહેલા અથવા સારવાર મળે તે પૂર્વે જ તેમણે દમ તોડ્યો હતો. બનાવની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.