કોબા પાસે મોપેડ ચાલક મહિલાના રૃા.૯૧ હજારના દોરાની ચીલઝડપ
ગાંધીનગરમાં ફરી ચેઇન સ્નેચરો દેખાયા
પુત્રને લઈને શાળાએથી ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન બાઈક ઉપર આવેલા બે ચેઇન સ્નેચરો દોરો તોડી ફરાર
ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરી ચિલ ઝડપના
બનાવો વધી રહ્યા છે ત્યારે શહેર નજીક કોબા પાસે વધુ એક ચીલ ઝડપની ઘટના બહાર આવી
છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત પ્રમાણે કોબા ખાતે આવેલી શુભ
પાયોનીયર વસાતમાં રહેતા કલ્પનાબેન મુકેશકુમાર પટેલ ગત શુક્રવારે તેમનું મોપેડ લઈને
ગિફ્ટ સિટી ખાતે આવેલી શાળામાં તેમના પુત્રને લેવા માટે ગયા હતા અને ત્યાંથી તેઓ
મોપેડ ઉપર પરત ફરી રહ્યા હતા તે દરમિયાન સવસ રોડ પર પોતાની સોસાયટી તરફ પરત ફરી
રહ્યા હતા. તે સમયે પાછળથી આવેલા બાઇક સવાર બે ઇસમોમાંથી પાછળ બેઠેલા ઇસમે
કલ્પનાબેનના ગળામાંથી પેન્ડલવાળી સોનાની ચેઇન ખેંચી લીધી અને તેઓ કોબા સર્કલ તરફ
ભાગી ગયા હતા. તેમણે બૂમાબૂમ કરવા છતાં આ ચેઇન સ્નેચરો હાથમાં આવ્યા ન હતા અને
ત્યારબાદ આ અંગે તેમના પતિને ફોન પર જાણ કરી હતી.
જેથી હાલ ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવતા
પોલીસ દ્વારા સીસીટીવીના આધારે ફરાર થઈ ગયેલા ચેઇન સ્નેચરોને શોધવા માટે દોડધામ
શરૃ કરવામાં આવી છે. ગાંધીનગરમાં અટકી ગયેલી ચેઇન સ્નેચિંગની ઘટનાઓ ફરીથી શરૃ થતા
સ્થાનિકોમાં ફાફડાટ ફેલાયો છે.