Gujarat

ગાંધીનગરમાં 108ના સ્ટાફે રિક્ષામાં પ્રસૂતાની ડિલિવરી કરાવી, માતા-બાળકને વધુ કેર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા

By GS TEAM
1 Dec 20251 min read
TukuTouch Logo
ગાંધીનગરમાં રિક્ષામાં પ્રસૂતાની ડિલિવરી કરાવી હોવાની ઘટના સામે આવી છે. ગાંધીનગર સેક્ટર 17 ખાતે પ્રસૂતાને વધારે દુખાવો ઉપડતાં 108ની ટીમને જાણ કરવામાં આવી હતી. આ દરમિયાન મહિલાની રિક્ષામાં ડિલિવરી કરાવવી પડી હતી. આ પછી પ્રસૂતા અને બાળકને વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાંધીનગરમાં 108ના સ્ટાફે રિક્ષામાં પ્રસૂતાની ડિલિવરી કરાવી, માતા-બાળકને વધુ કેર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા

Gandhinagar News : ગાંધીનગરમાં રિક્ષામાં પ્રસૂતાની ડિલિવરી કરાવી હોવાની ઘટના સામે આવી છે. ગાંધીનગર સેક્ટર 17 ખાતે પ્રસૂતાને વધારે દુખાવો ઉપડતાં 108ની ટીમને જાણ કરવામાં આવી હતી. આ દરમિયાન મહિલાની રિક્ષામાં ડિલિવરી કરાવવી પડી હતી. આ પછી પ્રસૂતા અને બાળકને વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. 


મળતી માહિતી મુજબ, ગાંધીનગરના સેક્ટરે 17 ખાતે આજે સોમવારે (1 ડિસેમ્બર) સવારે 10 વાગ્યે ડિલિવરી કેસ હોવાનો 108ને કોલ આવ્યો હતો. આ પછી એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં પ્રસૂતાને વધારે દુખાવો ઉપડતા રિક્ષામાં ડિલિવરી કરવાની ફરજ પડી હતી. 

આ પણ વાંચો: ગાંધીનગર સ્થિત રાજભવન હવે 'ગુજરાત લોકભવન' તરીકે ઓળખાશે, રાજ્યપાલ દેવવ્રતની જાહેરાત

આ દરમિયાન 108 ટીમના ઈએમટી વિક્રમ મકવાણા અને પાયલોટ રાજુભાઈ રબારીએ ઘટનાસ્થળે જ રિક્ષામાં મહિલાની ડિલિવરી કરાવી હતી. ડિલિવરી બાદ માતા અને બાળકની વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલમાં હેન્ડઓવર કરાયા હતા.