Get The App

આણંદના વાસદની મહિલા સાથે યુકેના વિઝાના નામે 28.50 લાખની ઠગાઈ

Updated: Jun 8th, 2025

GS TEAM


Google News
Google News
આણંદના વાસદની મહિલા સાથે યુકેના વિઝાના નામે 28.50 લાખની ઠગાઈ 1 - image


- કેનેડાની ફાઈલ મૂકાવી તે પણ રિજેક્ટ થઈ

- વિદ્યાનગરની શિવ્યમ ઈમિગ્રેશનની મહિલા સંચાલકે બહેનપણી સાથે જ છેતરપિંડી આચરી

આણંદ : આણંદ પાસેના વિદ્યાનગરની જનતા ચોકડી નજીક આવેલા કોમ્પ્લેક્સમાં કાર્યરત વિઝા ઓફિસની મહિલા સંચાલકે પોતાની બહેનપણીને યુકેના વર્ક પરમિટ વિઝા અપાવવાની લાલચ આપી રૂપિયા ૨૮.૫૦ લાખની છેતરપિંડી આચરી હતી. આ અંગે વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

આણંદ જિલ્લાના વાસદ ખાતે રહેતા દિશાબેન અલ્પેશભાઈ ઠાકોરને યુકેના વિઝા જોઈતા હોવાથી વિદ્યાનગરની જનતા ચોકડી નજીક વશિ વાણિજ્ય કોમ્પલેક્ષમાં શિવ્યમ ઈમિગ્રેશન નામની ઓફિસ ખોલી વિઝા કન્સલ્ટન્સીનું કામ કરતી પોતાની બહેનપણી શિવાંગનાબેન ગીરીશભાઈ ભટ્ટ રહે. કરમસદનો સંપર્ક કર્યો હતો. જ્યાં શિવાંગનાબેને ેં વર્ક પરમીટ વિઝા માટે રૂપિયા ૨૭ લાખ જેવો ખર્ચ થશે તેમ કહી રૂપિયા પાંચ લાખ એડવાન્સ આપવા પડશે તેમ કહ્યું હતું. દિશાબેને સંમતિ દર્શાવતા જરૂરી દસ્તાવેજો તથા રોકડા રૂપિયા પાંચ લાખ શિવાંગનાબેનને આપ્યા હતા. ત્યારબાદ લગભગ બે માસ પછી ક્રોસ લેટર મેળવવા માટે શિવાંગનાબેને પૈસાની માંગણી કરતા ફેબુ્રઆરી-૨૦૨૩માં વધુ બે લાખ ચૂકવ્યા હતા. બાદમાં ક્રોસ લેટર આવી ગયો છે બીજા નાણા આપવા પડશે તેમ કહેતા દિશાબેને ક્રોસ લેટર બતાવવાનું કહેતા પૈસાના કારણે કામ અટક્યું હોવાનું જણાવતા દિશાબેને વધુ ત્રણ લાખ રૂપિયા રોકડા અને બીજા રૂપિયા ૧૫ લાખ મળી કુલ રૂપિયા ૨૮.૫૦ લાખ આપ્યા હતા. છતાં તેઓને યુકેના વર્ક પરમિટ વિઝા મળ્યા ન હતા જેથી આ અંગે તપાસ કરતા શિવાંગનાબેને બીજા દેશમાં મોકલી આપવાનું કહી કેનેડાની ફાઈલ મૂકી હતી પરંતુ, તે પણ રિજેક્ટ થઈ હતી જેથી દિશાબેને નાણાની પરત માંગણી કરતા શિવાંગનાબેને નાણાં પરત આપ્યા ન હતા. આખરે દિશાબેન ઠાકરે વિદ્યાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શિવાંગનાબેન ભટ્ટ વિરુદ્ધ વિશ્વાસઘાત તથા છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Tags :