Gujarat

ખંઢેરા ગામની પરિણીતાએ પતિ દિયર અને નણંદના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાધો

By GS TEAM
28 May 20262 mins read
ખંઢેરા ગામની પરિણીતાએ પતિ દિયર અને નણંદના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાધો

મૃતકના પતિને દારૃ પીવાને તેઓ હોય શારીરિક માનસિક ત્રાસ આપતો હતો

પતિ તેની પત્ની પર ચારિત્ર ની શંકા કરી બોલા ચાલી કરી માર જુડ કરતો હતો

ભાવનગર - ભાવનગર પિયર ધરાવતી અને તળાજા ના ખંઢેરા ગામે પરણાવેલ પરિણીતાએ પોતાની સાસરીમાં પતિ નણંદ અને દિયરના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

ઘોઘારોડ વિસ્તારમાં આવેલ મોટા શીતળા માતાના મંદિર પાસે રહેતા જયપાલસિંહ દિલીપસિંહ સિંધા એ દાઠા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે જયપાલસિંહ ના બહેન હિનાબાના લગ્ન વર્ષ ૨૦૧૭ માં ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ખંઢેરા ગામે રહેતા સિદ્ધરાજસિંહ ઝખુભા રાઠોડ સાથે થયા હતા. લગ્ન બાદ હિનાબા પોતાના સાસરે સંયુક્ત પરિવારમાં રહેતા હતા. લગ્ન બાદ હીનાબેન નો સંસાર બરાબર ચાલ્યો હતો પરંતુ પતિ સિધ્ધરાજસિંહ ને દારૃ પીવાની ટેવ હોય હિનાબા સાથે નાની મોટી બાબતે વારંવાર બોલાચાલી અને ઝઘડો કરતો હતો. દરમિયાનમાં હીનાબેન ના નણંદ ગ્યાનબા અને દિયર ભગીરથસિંહ હિનાબા ના પતિને જણાવતા હતા અને કહેતા હતા કે હિનાબા ને પરપુરુષ સાથે સંબંધ છે. તેવા મેણા ટોણા મારી ત્રાસ આપતા હતા. તેમજ પતિ સિદ્ધરાજસિંહ હીનાબા પર ચારિત્ર ની શંકા રાખી ઝઘડો કરી મારઝુડ કરવા લાગ્યા હતા. હીનાબાના પતિ સિદ્ધરાજસિંહ સાસરીયા સાથે પણ ઝઘડો કર્યો હતો.આમ બહેન હીનાબાને તેના પતિ સિધ્ધરાજસિંહ જખુભા રાઠોડ તથા દિયર ભગીરથસિંહ જખુભા રાઠોડ (રહે .ખંઢેરા ગામ તા.તળાજા) તથા નણંદ ગ્યાનબા જોરૃભા ગોહિલ (રહે.રાળગોન ગામ તા.તળાજા) એ હીનાબા ઉપર આડા સબંધો રાખવાના આક્ષેપો કરી મેણા ટોણા બોલી શારીરીક માનસીક ત્રાસ આપતા હિનાબાએ આ ત્રાસથી કંટાળી પોતાના સાસરીયામાં ખંઢેરા મુકામે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈ જયપાલ સિંહે મૃતકના પતિ દિયર અને નણંદ વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે