Get The App

ભુજની મહિલા સાથે ઓનલાઇન 74 હજારની ઠગાઇ

Updated: Dec 19th, 2024

GS TEAM

Google News
Google News
ભુજની મહિલા સાથે ઓનલાઇન 74 હજારની ઠગાઇ 1 - image

લક્કી ડ્રોમાં ગીફ્ટના પાંચ વાઉચર મળવાના નામે

પશ્ચિમ કચ્છ સાયબર સેલમાં ફરીયાદ આપતાં ૫૦,૯૦૦ રૂપિયા પરત મળ્યા

ભુજ: લક્કી ડ્રો લાગવાથી ગીફ્ટના પાંચ વાઉચર મળશે તેવું જણાવીને ભુજની મહિલા સાથે અજાણ્યા શખ્સોએ ઓનલાઇન રૂપિયા ૭૩,૯૫૮ રૂપિયાની ઓનલાઇન ઠગાઇ કરી હતી. પશ્ચિમ કચ્છ સાયબર સેલ એલસીબીમાં ફરિયાદ આપણાં પોલીસે ગયેલી રકમમાંથી ૫૦,૯૦૦ પરત અપાવી દીધા હતા. 

ભુજમાં રહેતા હારીકાબેનને તેના મોબાઇલ ફોન પર એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. અને જણાવ્યું હતું. કે, તમને લક્કી ડ્રો લાગ્યો છે. જેમાં તમને પાંચ ગીફ્ટ વાઉચર મળશે અને એક વાઉચરના ૫ હજાર ભરવાના રહેશે અને ૧૪,૯૦૦ જીએસટીના ભરવાના છે. જે તમને પરત મળી જશે તે માટે તમારા બેન્કના ખાતામાં ૫૦ હજાર જમા રાખવાનું જણાવ્યું હતું. જેથી ભોગબનાર મહિલા લાલચમાં આવીને અલગ અલગ ટ્રાન્ઝેકશન કરીને ૧૯,૯૦૦ મોકલાવ્યા હતા. ત્યાર બાદ અજાણ્યા શખ્સે મહિલા પાસેથી ઓટીપી લીધા હતા. બાદમાં અરજદાર મહિલાના બેન્કના ખાતામાંથી રૂપિયા ૭૩,૯૫૮ ઉપાડી લઇને ફરિયાદી મહિલાને કોઇ વળતર આપ્યું ન હતું. જેથી ભોગબનાર મહિલાએ સાયબર સેલ એલસીબીનો સંપર્ક કર્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ફરિયાદી મહિલાની ગયેલી રકમમાંથી ૫૦,૯૦૦ પરત મેળવી આપીને સરાહનીય કામગીરી કરી હતી.