પક્ષમાં મોટો હોદ્દો આપવાની લાલચ આપી કરાયેલા કથિત દુષ્કર્મ મામલે કપુરાઈ પોલીસે બંને પક્ષની અરજીના આધારે તપાસ શરુ કરી છે.
શહેરના આજવા રોડ પર રહેતાં 'આપ'ના મહિલા કાર્યકરે અરજીમાં કહ્યું કે પ્રમુખ અશોક ઓઝાએ બળજબરીપૂર્વક મને દારુ પીવડાવીને અમારો નગ્ન વીડિયો બનાવી અવારનવાર દુષ્કર્મ આચર્યું છે. મને આમ આદમી પાર્ટીમાં મોટા હોદ્દાની લાલચ આપી હતી. અશોક ઓઝા અને તેનો પરિવાર વીડિયો વાયરલ કરવાની ધમકી આપે છે.
સામા પક્ષે અશોક ઓઝાએ અરજીમાં કહ્યુ કે મહિલા દ્વારા મારી પાસેથી ખોટી રીતે નાણાં પડાવવા ખોટી રીતે સેક્સ્યુઅલ હેરેસમેન્ટના કેસમાં ફસાવવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. અને મારી પાસેથી રૃા. ૨૦ લાખની માગણી કરી બ્લેકમેલ કરે છે. આ મહિલાને મારી પત્નીનું મકાન ૩ મહિના માટે રહેવા આપ્યુ હતું, અનેક વાર કહેવા છતા મકાન ખાલી કરતાં નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે ઇન્ટેલિજન્સ બ્યુરોના નકલી અધિકારી બની પોતાના જ પક્ષના કાર્યકરોને ધમકાવવાના મામલે આણંદ સાયબર ક્રાઇમ પોલીસે અશોક ઓઝા સહિત બેની ધરપકડ કરી હતી.


