Get The App

ખાડામાં બાઇક પછડાતા મહિલા પટકાઇ ઃ પાછળથી આવતી ટ્રકની ટક્કર વાગતા મોત

દંપતી બાઇક લઇને ચાણસદ ગામે મંદિરમાં દર્શન કરવા જઇ રહ્યા હતા

Updated: Nov 29th, 2025

GS TEAM

Google News
Google News
ખાડામાં બાઇક પછડાતા મહિલા પટકાઇ ઃ પાછળથી આવતી ટ્રકની ટક્કર વાગતા મોત 1 - image

 વડોદરા,વડોદરામાં  રોડ પરના ખાડાએ વધુ એકનો ભોગ લીધો છે. બિલ ચાપડ રોડ પર ખાડામાં બાઇક પછડાતા પાછળ બેઠેલી મહિલા ઉછળીને નીચે પટકાઇ હતી. પાછળથી આવતી ટ્રકના પૈંડા તેમના પર ફરી વળતા મોત થયું છે. 

અટલાદરા સ્વામિ નારાયણ મંદિરની સામે અક્ષર દર્શન સોસાયટીમાં રહેતા ૬૪ વર્ષના રમેશચંદ્ર મનજીભાઇ ટાંક તથા તેમના પત્ની તરૃલતાબેન ગઇકાલે સાંજે સાડા ચાર વાગ્યે બાઇક લઇને ચાણસદ ગામ સ્વામિ નારાયણ મંદિરે દર્શન કરવા માટે જતા હતા. બિલ - ચાપડ રોડ પર નવી બંધાતી સાંનિધ્ય ટાઉનશિપ એસ્ટર બિલ્ડિંગથી આગળ રોડ પરના ખાડામાં બાઇક પછડાતા તરૃલતાબેન બાઇક પરથી ઉછળીને રોડ પર પટકાયા હતા. તે દરમિયાન બિલ ગામ તરફથી આવતી  ટ્રકના ચાલકે તરૃલતાબેનને અડફેટે લીધા હતા. ટ્રકના આગળના પૈંડા તરૃલતાબેનના માથામાં અથડાતા તેઓ લોહીલુહાણ થઇ ગયા હતા. ટ્રક ચાલક પણ બ્રેક મારીને ઊભો રહી ગયો હતો. અકસ્માતના  પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા  હતા. થોડીવારમાં એમ્બ્યુલન્સ આવતા તરૃલતાબેનને ચેક કરતા તેઓનું મોત થયું હોવાનું એટેન્ડન્ટે જણાવ્યું હતું.અટલાદરા પોલીસે આ અંગે ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


હાઇવે પરના ખાડાએ ત્રણ બહેનોના એક ના એક ભાઇનો જીવ લીધો હતો

વડોદરા,


 ગત ૧૬ મી તારીખે  પોર હાઇવે પરના ખાડાના કારણે અકસ્માત થતા શહેર નજીકના રાંભીપુરા ગામના ખેડૂત પરિવારે ત્રણ દીકરીઓ  પછી જન્મેલા એક ના એક પુત્ર આશિક અરવિંદભાઇ પાટણવાડિયાને ગુમાવ્યો હતો.  આ ઉપરાંત વડોદરામાં છેલ્લા બે મહિનામાં રોડ પરના ખાડાના કારણે ચાર વ્યક્તિઓને ઇજા થઇ હતી.