Gujarat

નાના ઉમરડા ગામે જળાશયમાં ડૂબી જતા મહિલાનું મોત

By GS TEAM
5 Nov 20251 min read
નાના ઉમરડા ગામે જળાશયમાં ડૂબી જતા મહિલાનું મોત

- મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડાયો

- વહીવટી તંત્ર અને પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો, મૃતદેહને બહાર કાઢી તપાસ શરૂ કરી

ગઢડા : ગઢડા તાલુકાના નાના ઉમરડા ગામે રહેતી એક મહિલા શંકાસ્પદ રીતે ગામમાં આવેલા જળાશય કૂવામાં પડી જતા મોત નીપજ્યું હતું.

નાના ઉમરડા ગામે રહેતા કૈલાસબેન ગોપાલભાઈ પરમાર નામની મહિલા ગામમાં આવેલા જળ કૂવામાં પડી ગયાની જાણ વહીવટી તંત્રને થતા ગઢડા મામલતદાર સિદ્ધરાજસિંહ વાળા તથા તાલુકા વિકાસ અધિકારી એ. એ. વાળાએ સમગ્ર હકીકત જાણી મહિલાને કૂવામાંથી રેસ્ક્યુ કરી મહિલાનો મૃતદેહ બહાર કાઢી પોલીસને સુપ્રત કરતા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.માટે કાર્યવાહી હાથ ધરાવી હતી. મહિલા કૂવામાં પડી ગઈ કે પાડવામાં આવી તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.