Get The App

બોરસદ-વાસદ રોડ ઉપર ટ્રક પાછળ કાર ઘૂસી જતા મહિલાનું મોત

Updated: May 24th, 2025

GS TEAM


Google News
Google News
બોરસદ-વાસદ રોડ ઉપર ટ્રક પાછળ કાર ઘૂસી જતા મહિલાનું મોત 1 - image


- અન્ય 3 વ્યક્તિઓ સારવાર હેઠળ

- બે અલગ કારમાં પંચમહાલના કાલોલનો પરિવાર સાળંગપુર દર્શન કરી પરત જતો હતો

આણંદ : બોરસદ વાસદ માર્ગ ઉપર કારના ચાલકે કાર પૂરઝડપે હંકારી આગળ જઈ રહેલી ટ્રકની પાછળના ભાગે ધડાકા ભેર અથડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ૪૮ વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું. 

આ બનાવ અંગે બોરસદ શહેર પોલીસે કારચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે રહેતા દર્શનકુમાર નિલેશભાઈ પરીખના ફોઈ કીતબેન (ઉં.વ.૪૮) ડભોઇ ખાતે રહેતા હતા. ગતરોજ દર્શનકુમાર તથા તેમનો ભાઈ કૃણાલ સહિતના પરિવારજનો બે અલગ અલગ કારમાં સાળંગપુર દર્શન કરવા જવા નીકળ્યા હતા. જ્યાંથી દર્શન કરી તેઓ કાલોલ પરત આવવા નીકળ્યા હતા. જેમાં એક કાર દર્શનભાઈનો કાકાનો દીકરો જય હંકારતો હતો. આ કાર બોચાસણ વાસદ હાઇવે માર્ગ ઉપરથી પસાર થઈ રહી હતી. ત્યારે વાસદ તરફ જવાના રોડ ઉપર બ્રિજ નજીક આગળ જઈ રહેલી ટ્રકની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર કીતબેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. 

જ્યારે અન્ય ત્રણ મુસાફરો પણ ઇજાગ્રસ્ત થયા હતા. ગંભીર રીતે ઘવાયેલ ચારેયને બોરસદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં ફરજ પરના તબીબે કીતબેનને તપાસીને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે દર્શનકુમાર પરીખે બોરસદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જય દિપકભાઈ પરીખ વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Tags :