Gujarat

ઉમરેઠના સુંદલપુરા સુરેલી રોડ પર વાહનની ટક્કરે મહિલાનું મોત

By GS TEAM
26 Oct 20251 min read
ઉમરેઠના સુંદલપુરા સુરેલી રોડ પર વાહનની ટક્કરે મહિલાનું મોત

- રોડ પર પટકાતા સ્થળ પર જ મૃત્યુ

- 50 વર્ષની મહિલા બાયોગેસ પ્લાન્ટ પાસેથી પસાર થતી હતી ત્યારે અજાણ્યા વાહને ઉછાળી

આણંદ : ઉમરેઠ તાલુકાના સુંદલપુરા સુરેલી રોડ ઉપર અજાણ્યા વાહનની ટક્કરે એક ૫૦ વર્ષીય મહિલાનું ગંભીર ઇજાઓ થવાના કારણે મોત થયું હતું. આ બનાવ અંગે ઉમરેઠ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ગામના જુના મહાદેવવાળા ફળિયામાં રહેતા ૫૦ વર્ષીય લીલાબેન બળવંતસિંહ ઝાલા ગત તારીખ ૨૪ ઓક્ટોબરના રોજ બપોરના સુમારે સુંદરપુરાથી સુરેલી તરફ જવાના માર્ગ ઉપર આવેલા બાયોગેસ પ્લાન્ટ નજીકથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેઓને પાછળથી ટક્કર મારતા તેઓ રોડ ઉપર પટકાયા હતા અને તેઓને ગંભીર ઇજાઓ થવાના કારણે તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે ઉમરેઠ પોલીસે કુલદીપસિંહ ઝાલાની ફરિયાદના આધારે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.