Gujarat

જામનગરમાં આજે સવારે સાતનાલા પાસે ટ્રેન હડફેટે ચડી જતાં મહિલાનું મૃત્યુ

By GS TEAM
7 Oct 20251 min read
TukuTouch Logo
જામનગરમાં આજે સવારે એક મહિલાનું ટ્રેન હડફેટે ચઢી જતા તેણીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મૃત્યુ નીપજયું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં આજે સવારે સાતનાલા પાસે ટ્રેન હડફેટે ચડી જતાં મહિલાનું મૃત્યુ

Jamnagar : જામનગરમાં આજે સવારે એક મહિલાનું ટ્રેન હડફેટે ચઢી જતા તેણીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મૃત્યુ નીપજયું હતું. 

જામનગરમાં ધરાર નગર-1, આંબેડકર ધામ વિસ્તારમાં રહેતા ડાયાબેન કિશોરભાઈ રાઠોડ (44) આજે સવારે સાડા આઠેક વાગ્યે સાતનાલા રેલવે બ્રિજમાં ટ્રેનના પાટા ઓળંગી રહ્યા હતા, ત્યાર પુરપાટ વેગે આવતી ટ્રેનની ઠોકરે તેણીનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે ધીરુભાઈ નાનભાઈ રાઠોડએ પોલીસમાં જાણ કરતા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.