Get The App

આણંદના રાવડાપુરામાં ઝેરી જંતુ કરડતા મહિલાનું મોત

Updated: Jul 2nd, 2025

GS TEAM

Google News
Google News
આણંદના રાવડાપુરામાં ઝેરી જંતુ કરડતા મહિલાનું મોત 1 - image


- જિલ્લામાં અપમૃત્યુના બે બનાવ બન્યા

- આંકલાવના રણછોડપુરામાં સ્વિચ બદલતી વખતે કરન્ટ લાગતા યુવકનું મૃત્યુ

આણંદ : આણંદ જિલ્લામાં ગત રોજ બે અપમૃત્યુના બનાવ બન્યા હતા. જેમાં આણંદના રાવડાપુરામાં ઝેરી જીવજંતુ કરડતા મહિલાનું અને આંકલાવના કંથારિયાના રણછોડપુરામાં કરન્ટ લાગતા યુવકનું મોત થયું હતું. 

આણંદ પાસેના રાવડાપુરા ગામે રહેતા ૪૭ વર્ષીય હર્ષાબેન જયેશભાઈ પરમાર ગત રવિવાર રાત્રીના સુમારે પોતાના ઘરે નીંદર માણી રહ્યા હતા. દરમિયાન રાત્રિના સુમારે કોઈ ઝેરી જીવજંતુ તેમના હાથે કરડી જતા પરિવારજનોએ તેઓને સારવાર અર્થે તુરંત જ આણંદની હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં ગતરોજ સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. આ બનાવવાની આણંદ ગ્રામ્ય પોલીસે અપ મૃત્યુની નોંધ નોંધી હતી. 

બીજા બનાવમાં આંકલાવ તાલુકાના કંથારીયા ગામના રણછોડપુરા ખાતે રહેતો ૧૮ વર્ષીય રાહુલ દિલીપભાઈ મકવાણા રવિવાર રાત્રિના સુમારે પોતાના ઘરે લાઈટ બોર્ડ ની સ્વીચ બદલી રહ્યો હતો દરમિયાન અચાનક તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો જેને લઈ તે શરીરે ગંભીર રીતે દાઝી ગયો હતો અને તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે વિજકરંટ લાગવાના કારણે તેનું મોત નિપજ્યું હતું આ બનાવવા કે આકલાવ પોલીસે અપ મૃત્યુની નોંધ નોંધી હતી.

Tags :