ધોળકા સરોડા રોડ પર અકસ્માત
અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાઇ, આરોપીને પકડવા માટે કવાયત
બગોદરા - ધોળકા સરોડા રોડ પર અકસ્માતમાં ધોળકા પાલિકાના મહિલા નગરસેવકના પતિનું મોત થયું હતું. આ મામલે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાઇ છે.
ધોળકા પાલિકાના વોર્ડ નં.૨ ના ભાજપના મહિલા નગરસેવક હેતલ બહેન સોલંકીના પતિ ખોડીદાસ રૃપાજી સોલંકી એક્ટિવા લઇને પસાર થઇ રહ્યાં હતા. ત્યારે અજાણ્યા વાહન ચાલકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં ખોદીસા સોલંકીને ગંભીર ઇજા થાતં ઘટના સ્થળે જ મોત થયું હતું.
આ ઘટનાને લઇ પોલીસ દોડી આવીને હતી. મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.


