Get The App

લીંબડી નજીક મહિલાએ ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યો

Updated: Mar 3rd, 2026

GS TEAM

Google News
Google News
લીંબડી નજીક મહિલાએ ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યો 1 - image

ખારવા ગામની મહિલાએ માનસિક બીમારીથી કંટાળી ટ્રેન નીચે પડતું મુક્યું હોવાની આશંકા

સુરેન્દ્રનગર - ખારવા ગામની મહિલાએ લીંબડી-વઢવાણ વચ્ચે આવેલા રેલવે ફાટક પાસે ટ્રેન નીચે પડતું મુકી મોતને વહાલું કર્યું હતું. મહિલાએ માનસિક બીમારીથી કંટાળી ખારવા ગામની ટ્રેન નીચે પડતું મુક્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

વઢવાણ તાલુકાના ખારવા ગામે રહેતી મહિલા સુનિતાબેન અર્જુનભાઈ નગવાડીયા (ઉ.વ.૩૨) છેલ્લા ઘણા સમયથી માનસિક બીમારીથી પીડાતા હતા અને કંટાળી ગયા હતા. આથી લીંબડીથી આઠ કિલોમીટર દૂર વઢવાણ રોડ પર રેલવે ફાટક પાસેથી પસાર થતી સુરત-મહુવા ટ્રેનના સમય દરમિયાન રેલવે ટ્રેક પર પડતું મૂકતા મોત નિપજ્યું હતું.  આ ઘટનાને પગલે રેલવે પોલીસ અને સ્થાનિક તંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યું હતું.

જે અંગેની જાણ થતા મૃતક મહિલાના પરિવારજનો સહિત રેલવે પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોચ્યો હતો અને મહિલાના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે મહિલાના મોતથી પરિવારજનો સહિત સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.